________________
૨૦
મહાયાત્રા
સુખ-સંપત્તિનો સંગ ગમે તેવો હોય, જીવન ઉપર તો હૈયાની કંકાવટીમાં જે રંગ ઘોળાયો હોય એ જ ચડે છે. દુનિયાની નજરે સુખી સુખી લાગતો માનવી અંતરમાં દુઃખીદુઃખી હોય છે, દુનિયા જેને દીન-દુઃખી ગણીને એની દયા ખાય છે, એનું અંતર ક્યારેક સુખ-શાંતિમાં મસ્ત હોય છે : આવાં અજબ છે અંતરની દુનિયાના રંગઢંગ ! મનનાં સુખ-દુઃખ એ જ માનવીનાં સાચાં સુખ-દુઃખ બની જાય છે; અને ધરતીનાં સ્વર્ગ અને નરક પણ એનાથી જ સરજાય છે. બાકી તો બધી ઠાલી આળપંપાળ જ સમજવી !
જાવડશાહનું ચિત્ત આવી જ કોઈક અંતરની વ્યથામાં સદા બેચેન રહેતું હતું.
અઢળક ધન-સંપત્તિ હતી. પાર વગરનો વેપાર હતો. મોટીમોટી મહેલાતો હતી. રાજમાં અને લોકમાં ખૂબ માન પ્રતિષ્ઠા હતાં. સુખસાહ્યબીનાં સાધનોનો પણ કોઈ પાર ન હતો. લોક કહેતું કે, કેવો વિશાળ જાવડશાહનો વૈભવ છે, અને કેવું સુખ-શાંતિભર્યું એમનું જીવન
' પણ જાવડશાહને મન તો, આ બધુંય હતું છતાં એનું મૂલ્ય કશું જ ન હતું. જીવનમાંથી જાણે જીવતરના સાર રૂપ એકડો જ ખોવાઈ ગયો હતો, પછી સંપત્તિ અને સાહ્યબીનાં શૂન્યોનો ન કોઈ મહિમા હતો, ન કોઈ ઉપયોગ હતો.
જિંદગીના સર્વસ્વ રૂપ એક તત્ત્વ હરાઈ ગયું હતું, અને જાવડશાહની જિંદગી સારહીનખારીખારી, અકારી બની ગઈ હતી. એ તત્ત્વ હતું સ્વતંત્રતાનું. જાવડશાહના જીવનની આસપાસ પરતંત્રતાના ભોરીંગે ભરડો નાખ્યો હતો. એ સિવાય એ સર્વ વાતે સુખી હતા. અને દુનિયાની નજરે તો એમના જેવો ધન-વૈભવશાળી સુખી માનવી શોધ્યો જડે એમ ન હતો !
અને છતાં જાવડશાહના અંતરમાં અસુખનો – બેચેનીનો આતશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org