SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લો અહંકાર નંદનવન જેવો એ સમય. ઇતિહાસની જ્યાં ગતિ નથી એવા જુગજુગ પહેલાંના સમયની આ વાત છે. ત્યારે સંઘ નહોતો, સમાજ નહોતો, રાજ્ય નહોતું, ધર્મ નહોતો : એ બધાને નામે તે કાળે કોઈ વ્યવસ્થા ન હતી. કારણ કે માનવીના જીવનમાં હજી અવ્યવસ્થાએ જન્મ લીધો નહોતો; અન્યાય, અનીતિ કે અધર્મને કોઈ ઓળખતું ન હતું. ઉપકારની ત્યારે જરૂર નહોતી પડતી, કારણ કે કોઈ કોઈનું બૂરું કરનાર ન હતું. એ કાળે ન જીવવાનો મોહ હતો, ન મરણનો ભય; એ બન્ને ય પ્રકૃતિમાતાની ભેટ લેખાતાં – સરિતાનાં મૂળ અને સરિતાના સંગમની ત્યારે લગ્નની ગોઠવણ નહોતી કરવી પડતી : સૌને પોતપોતાનો જીવનસાથી સહજ રીતે, આપમેળે મળી રહેતો. જેટલા નર એટલી જ નારી, એવો અદ્ભુત એ કાળ હતો. જીવનનિર્વાહ માટેની દોડધામને કોઈ પિછાનતું ન હતું, તેમ આળસને કોઈ આવકારતું ન હતું. સૌને સહું જોણું સહજ રીતે મળી જાય એવો કલ્પવૃક્ષોનો એ યુગ હતો. સારું-નરસું ભલું-બૂરું, સાચજૂઠ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, હિંસા-અહિંસા, શાંતિ-અશાંતિ જેવાં કંકોનું જ્ઞાન થવાને હજી વાર હતી. અને કમોતની તો કોઈને કલ્પના પણ ન આવતી. કલ્પનાની પાંખે ઊડનારા કોઈ કવિની કલ્પનાને ય વટી જાય એવો સ્થિર શાંત એ યુગ હતો. જાણે કોઈ પ્રશાંત સરોવર જ જોઈ લો ! લોકો એને યુગલિયાઓનો યુગ કહેતા. પણ હવે એ યુગની પાંખો જાણે ધીમે ધીમે સંકેલાવા લાગી હતી. Jain Education International 'For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy