________________
મૃત્યુંજય ઽ ૧૦૫
ક્ષણભર બધા વિચારમાં પડી ગયા : આવી રણસંગ્રામની ભૂમિ ઉપર સાધુ ક્યાંથી મળી શકે ? પણ હવે વિચાર કર્યું કામ સરવાનું ન હતું. કોઈક યુક્તિ જ અજમાવવી જરૂરી હતી. એટલે મંડલેશ્વરોએ એક યુદ્ધસેવકને સાધુનો વેષ પહેરાવી, નકલી સાધુ બનાવી, મંત્રીશ્વર આગળ ઊભો કર્યો અને મુનિરાજ પધાર્યાની વાત મંત્રીશ્વરને કહી.
મંત્રીશ્વરે પોતાની સમગ્ર શક્તિ એકત્રિત કરી પોતાનાં નેત્રો ઉઘાડ્યાં અને મુનિરાજનાં દર્શન કરી લીધાં. મુનિરાજે પણ મંત્રીશ્વર ઉપર ધર્મલાભની અમી વર્ષાવી તેમને શાંત કર્યા. સેવકે આબાદ વેષ ભજવ્યો ! મંત્રીશ્વરની અંતિમ ઇચ્છા પૂરી થઈ. એમનું દિલ શાંતિ અનુભવી રહ્યું.
અને હવે કોઈ વાસના બાકી રહી ન હોય એમ, મંત્રીશ્વરની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ. એમનું શરીર મુનિરાજના ચરણ આગળ પથારીમાં ઢળી પડ્યું. એમનો આત્મા સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયો. મંડલેશ્વરો અને યોદ્ધાઓ નમી રહ્યા.
સ્વજનોની આંખો આંસુનો અભિષેક કરી રહી. દેવતાઓએ વિજયદ્મ બજાવ્યાં.
રણવીરનું આ મૃત્યુ અમર થઈ ગયું !
ઇતિહાસના પાને આ કથા વિક્રમ સંવત ૧૨૦૯માં નોંધાઈ છે. પાટણ નગરીએ જ્યારે આ વિજયોત્સવ ઊજવ્યો ત્યારે મંત્રીશ્વર ઉદયનની છબી સૌના અંતરમાં વિલસતી હતી :
રે, તું સાચો મૃત્યુંજય !
[4]
પેલા નકલી સાધુએ શું કર્યું એ પણ જરા જોઈ લઈએ.
મંત્રીશ્વરના દેહની અંત્યક્રિયા કરી સૌએ પાટણ તરફ પ્રયાણ કર્યું. અને નકલી સાધુ બનાવેલા પેલા યુદ્ધસેવકને વેષ ઉતારીને સાથે ચાલવા કહ્યું. પણ વેષપલટાની સાથે એનું મન પણ બદલાઈ ગયું હોય એમ તેણે મુનિવેષનો ત્યાગ કરવાનો ઇન્કાર કર્યો. આ નવા વેષે જાણે એના મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org