________________
વાસના બાર નથી વળતરોની મારી
૧૦૪ ] રાગ અને વિરાગ તો તે જણાવો, અમે તે જરૂર પૂરી કરીશું, જેથી આપના આત્માને શાંતિ મળશે. ”
જાણે પોતાના અંતરમાં જ ઊંડે ઊંડે કોઈ બોલતું હોય તેમ મંત્રીશ્વરે આ શબ્દો સાંભળ્યા. અને જેને અનુભવીઓ મરણઓસાર કહે છે તે મંત્રીશ્વરના મુખ ઉપર ચમકી ઊઠ્યો. તેમના મૂઢ બની ગયેલા મનમાં જાણે વેગ આવ્યો તેઓ બોલી ઊઠ્યા : “ મારે સંસારની કશી વાસના બાકી નથી રહી. હું બધી રીતે સુખી છું. મારા ઘર, પુત્ર કે પૌત્રોમાં મારો જીવ નથી વળગ્યો. મને તો માત્ર એક જ વાત સાલે છે કે, તીથધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર કરવાની મારી પ્રતિજ્ઞા અધૂરી રહેશે ! એ પ્રતિજ્ઞા પૂરી થાય તો પછી મને કશી અશાંતિ નહીં રહે. હું સુખ-સંતોષપૂર્વક મૃત્યુ પામીશ. મારી સદ્ગતિ થશે !'
મંડલેશ્વરોએ કહ્યું : “ મંત્રીશ્વર ! આપને અશાંત થવાનું કંઈ કારણ નથી. આપને અમારો કોલ છે કે આપની અધૂરી પ્રતિજ્ઞા આપના ધર્મપરાયણ પુત્રો વાલ્મટ અને આદ્મભટ અવશ્ય પૂર્ણ કરશે. અમો આપની પ્રતિજ્ઞાની વાત તેમને પહોંચાડીશું. અને તેઓ તીર્થાધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર જરૂર કરશે. હવે આપ શાંત થાઓ !"
આ સાંભળી મંત્રીશ્વરનું અંતર શાંત થઈ ગયું. તેઓ ફરી ધર્મની વાણી સાંભળામાં મગ્ન થયા. એમના મનમાં તો હવે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મના શરણની વાત જ રમતી હતી. અને એ વિચારણામાં લીન થતા થતા ફરી એક વાર એમને થયું ? અરિહંત અને સિદ્ધ અત્યારે ઉપલબ્ધ નથી. પણ જો જીવનની અંત ઘડીએ કોઈ મુનિરાજનાં દર્શન થાય તો આ કાયાનું કલ્યાણ થઈ જાય. અને આ વિચારણામાં ફરીથી એમનો જીવ બેચેની અનુભવવા લાગ્યો. મૃત્યુ જાણે હજુ ય દૂર જઈને બેઠું હતું !
મંત્રીશ્વરની આ નવી બેચેનીએ મંડલેશ્વરોને ફરી ચિંતામાં નાખી દીધા. તેમને થયું ઃ હજુ ય કોઈ વાસના વણપૂરી રહી ગઈ કે શું ? અને તેમને મંત્રીશ્વરનું અંતર શોધવા ફરી પ્રશ્ન પૂછ્યો. જવાબમાં થોથરાતી જીભે મંત્રીશ્વરે મુનિદર્શનની પોતાની અંતિમ ઇચ્છા સંભળાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org