________________
મૃત્યુંજય [ ૧૦૩ બીજું કયું હોઈ શકે ? છેવટે તો આ શરીર નશ્વર જ છે ને ! અને વળી આ કાયા તો હવે વૃદ્ધ બનીને મૃત્યુના કિનારે પહોંચી ગઈ છે. એ ક્યારે ડૂલ થઈ જાય એનો શો ભરોસો ? અરે, મોત દોડી આવીને છાપો મારે એ પહેલાં જ આપણે તો સામે ચાલીને મોતને માગી લીધું, અને આ દેહને અમર બનાવી દીધો ! તો પછી હવે આ દેહને માટે દુઃખ શું લગાડવું ? તમે સૌ પરમેશ્વરનું ધ્યાન ધરો ! અને મને પણ પરમાત્માનું નામ સંભળાવો, જેથી મારો આત્મા બીજા વિચારોમાં ન ચડતા ધર્મભાવનામાં લીન થાય. ઓ પરમાત્માનું, તારું શરણ !”
મંત્રીશ્વર જાણે પોતાના કાળને ઓળખી ગયા હતા.
ધીમે ધીમે તેમની શક્તિ ક્ષીણ થતી જતી હતી. હવે તો બોલવું પણ અશક્ય થઈ પડ્યું હતું. છતાં તે પોતાની ભાવનાને ધર્મમય રાખવા મળી રહ્યા હતા.
પાસે બેઠેલ માણસ અસ્મલિતપણે ધર્મ સંભળાવતો હતો. પરમેશ્વરના નામની જાણે ત્યાં ધૂન જામી હતી. આખું વાતાવરણ ધર્મના નાદથી ભરાઈ ગયું હતું, અને મંત્રીશ્વર તે નાદમાં લીન બની જઈને પોતાના ચિત્તને સ્થિર કરવા મથતા હતા. પોતાની અંતિમ ઘડી સુધારી લેવાની એમને તાલાવેલી લાગી હતી.
પણ એમની વેદના પળે પળે વધતી જતી હતી. સૌને લાગતું હતું કે, ક્ષણ બે ક્ષણમાં આ પ્રાણ હવે ઊડી જવા જોઈએ. પણ, મંત્રીશ્વરનું અંતર – જાણે કોઈ વાસનામાં જીવ ભરાઈ બેઠો હોય એમ – વારેવારે બેચેન થઈ ઊઠતું હતું. વારંવાર તે આમથી તેમ આળોટવા લાગતા અને કંઈ કંઈ અકથ્ય ભાવો દાખવતા. આટલી ભયંકર વેદના છતાં તેમના પ્રાણ કોઈ રીતે નીકળતા ન હતા.
અનુભવીઓને લાગ્યું કે, જરૂર મંત્રીશ્વરના દિલમાં કોઈ વાસના બાકી રહી ગઈ છે, અને અધૂરી રહી ગયેલી એ વાસના એમને અત્યારે છેલ્લી ઘડીએ સતાવી રહી છે, અને એમના જીવને ગતે થવા દેતી નથી.
તેમણે પૂછ્યું : “ મંત્રીશ્વર, આપના આત્માને શાંત કરો ! આપને શાંતિ મળો ! આપને અધૂરી રહેલી કોઈ વાસના પજવતી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org