________________
હતા. એમના મતો, સુભટો
ન ઉદ્વિગ્ન હતા
૧૦૨ રાગ અને વિરાગ
પણ આ વિજય સસ્તો નહોતો પડ્યો. એને ખરીદવા માટે મંત્રીશ્વર ઉદયને મરણતોલ ઘા સહન કરવાનું ભારે મૂલ્ય ચૂકવ્યું હતું. જ્યારે સંગ્રામની જીતના વિજયડંકા બજતા હતા ત્યારે, મંત્રીશ્વરનું વૃદ્ધ શરીર ઘાયલ થઈને ધરતી ઉપર ઢળી પડ્યું હતું. '
મંત્રીશ્વર પોતાની આકરી કસોટીમાં પાર ઊતર્યા હતા.
સૈનિકો અને સામંતો મંત્રીશ્વરને શિબિકામાં બેસારી શામિયાણામાં લઈ ગયા.
[૪] મંત્રીશ્વર ઉદયન મરણતોલ ઘાયલ થયા હતા. એમનું અંગેઅંગ અનેક શસ્ત્રાઘાતોથી ભેદાઈ ગયું હતું. પથારીમાં તેઓ નિશ્વેત પડ્યા. હતા. એમના બચવાની આશાનું એકે કિરણ હવે દેખાતું ન હતું. મંડલેશ્વરો, સામંતો, સુભટો અને સ્વજનો સૌ એમની પથારીની આસપાસ બેઠાં હતાં. સૌનાં મન ઉદ્વિગ્ન હતાં. આજના વિજયના આનંદને સંભારવાનોય કોઈને અવકાશ નહોતો !
સ્વજનોની આંખમાં આંસુ ઊભરાતાં હતાં ! સેનાનાયકો સૂનમૂન બન્યા હતા ! રણશૂર યોદ્ધાઓ નીચું ઘાલી બેઠા હતા ! ન કોઈ બોલે, ન કોઈ ચાલે ! ચારે કોર નરી સ્તબ્ધતા જ વ્યાપી ગઈ હતી.
મંત્રીશ્વર મૂચ્છિતની જેમ પડ્યા હતા, છતાં કોઈ કોઈ વાર તેમનું ભાન જાગ્રત થઈ આવતું હતું. થોડીક પળો વીતી અને તેમણે ફરી આંખો ઉઘાડી ચારે તરફ જોઈ લીધું. પોતાનાં સ્વજનો અને સુભટોને ઉદાસ જોઈ, જાણે તેમને સાંત્વન આપતા હોય તેમ, પોતાનું બધું બળ એકઠું કરીને એ બોલવા લાગ્યા :
તમે સૌ આમ ઉદાસ શું બનો છો ? આજે તો આપણે બેવડો વિજય હાંસલ કર્યો છે. સંગ્રામમાં સામી છાતીએ ઘા ઝીલી, સંગ્રામને જીતી, વીરગતિને પામવી, એના કરતાં વધુ ઉત્તમ મૃત્યુ એક યોદ્ધા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org