________________
સાચો ધર્મ C ૮૩
બળદ પુરુષરૂપમાં ફેરવાઈ ગયો ! જાણે દેવકુમાર જ જોઈ લ્યો ! બાઈ તો રાજી રાજી થઈ ગઈ.
છેવટે એની આશા ફળી ખરી.
વાત પૂરી થતાં ગુરુ હેમચંદ્રસૂરિજીએ કહ્યું : “ રાજન્‚ કર્યો ધર્મ સાચો એનો જવાબ તમને આ કથા આપશે.
17
રાજાજી સાંભળી રહ્યા.
હેમાચાર્યજીએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : પેલી બાઈને મન તો બધું ય ઘાસ સરખું હતું; અને એ ચરાવતાં ચરાવતાં જ એને સાચું ઔષધ લાધી ગયું. કયું ઘાસ ઔષધવાળું અને કયું નકામું એનો ભેદ એ બિચારી શું જાણે ? રાજન, કયો ધર્મ સાચો અને કયું દર્શન સાચું એની સાઠમારીમાં ન પડશો. પેલી બાઈની જેમ બધા ય ધર્મો અને દર્શનો પ્રત્યે આદર અને સમભાવ રાખીને સત્ય પામવાનો પ્રયત્ન કરતા રહેશો તો ક્યારેક પણ આત્મસાધનાનું સાચું તત્ત્વ મળી જશે. ધર્મ, તત્ત્વ કે સત્ય તો ક્યાં કેવે વિવિધરૂપે છુપાયું છે એ કોણ જાણે ?* મોટી વાત તો મનને નિર્મળ કરવા માટે કષાયો દૂર કરવાનો પુરુષાર્થ કરવો એ જ છે. બળદમાંથી પુરુષ બનાવનાર ઔષધનો આ જ બોધ છે."
રાજાજી તે દિવસે સાચા ધર્મ અને દર્શનનો ભેદ સમજ્યા અને
X
રાજી થયા.
*
*
જિનવચનમાં મિથ્યાદર્શનોનો સમૂહ સમાઈ જાય છે "मिच्छादंसणसमूहमइयस्स जिणवयणस्स સિદ્ધસેન દિવાકર; “ ષર્શન જિનઅંગ
ભણીજે આનંદઘનજી
64
*
X પ્રબંધચિંતામણિ ” ને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org