________________
સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૫ પણ એ રુદનને શાંત પાડે અને છોકરાનો જીવ બચાવે એવા કરુણાના સાગર આજે અહીં કોઈ નથી ! છોકરો મોતના ભયમાં પણ ભગવાનનું સ્મરણ કરી રહ્યો છે.
બધાંને થાય છે કે છોકરાનું આક્રંદ ક્યાંક બ્રહ્માંડને ડોલાવી ન મૂકે ! પણ હવે વાટ જોવાને વખત નથી.
મંત્રશાસ્ત્રીઓએ મંત્રોચ્ચાર પૂરા કર્યા. બલિદાનના બત્રીસલક્ષણાને છેલ્લી વાર અક્ષત, કંકુ અને ફૂલોથી વધાવી લેવામાં આવ્યો. અને જલ્લાદને એનું કામ પતાવવા સંકેત પણ મળી ગયો.
જલ્લાદનું ખગ હવામાં ચમકી રહ્યું.
પળની જ વાર અને આંખના પલકારમાં બધો ખેલ ખલાસ ! માયાનો દેહ પડ્યો જ સમજો !
પ્રેક્ષકગણનાં હૈયાં થંભી ગયાં. સૌએ આંખો બંધ કરી દીધી. જલ્લાદની તલવાર માયાની ગરદન પર આ પડી જ !
અને માયાએ આકાશને ચીરતી ભયંકર ચીસ પાડી ! સૌ સમજ્યાં કે બત્રીસલક્ષણાની એ છેલ્લી મરણચીસ !
પણ બીજી જ પળે સૌએ જોયું કે, માયા બલિદાનની વેદી પાસેથી, જલ્લાદની તલવારના ઘાને ચુકાવીને, જોરથી નાસી રહ્યો છે – મોતથી બચવા ભલા કોણ ન નાસે ?
અને મૂઠીઓ વાળીને નાસતો માયો, એક પથ્થરની શિલા સાથે અથડાઈને, બેભાન બની ગયો. એનું માથું શિલા સાથે જોરથી અથડાયું અને એમાંથી લોહી વહી નીકળ્યું. સહસ્ત્રલિંગ સરોવરની ધરતી બત્રીસલક્ષણાના એ રુધિરથી ભીની બની ગઈ – માયાના રક્ત જાણે એ ધરતીને કંકુવર્ણ તિલક કર્યું !
- પેલા સિદ્ધ યોગીએ આપેલ સૂચના પ્રમાણે બત્રીસલક્ષણાના ભોગની પળે જ તળાવમાંથી પાણી સરોવરમાં વહેતું કરવાનું હતું. જલ્લાદની તલવારને હવામાં વીંઝાતી જોઈને રાજ્યના અધિકારીએ, સંકેત પ્રમાણે, તળાવમાંથી પાણી સરોવરમાં વહેતું કર્યું.
માયાના રુધિરના તિલકની સાથે જ સરોવરમાં પાણી ભરાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org