SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] રાગ અને વિરાગ આટલું રાજ્ય કરશે તો અમે માનીશું કે અમારા માયાએ અમારા માટે આપેલો પોતાના જીવનો ભોગ સફળ થયો છે.” મહારાજાએ હાવા મહેતરની બધી માગણી તરત જ મંજૂર રાખી; એમને તો કોઈ પણ રીતે આ વાત જલદી પતાવી દેવી હતી. એમના અંતરમાં પણ ઊંડે ઊંડે બેચેનીનો આતશ પ્રજ્વલી રહ્યો હતો. એનાથી જેટલા જલદી છૂટાય એટલું સારું ! માયાનું કમભાગ્ય નક્કી થઈ ગયું ! એ બાપડો જીવતા કમોતની પ્રતીક્ષા કરી રહ્યો ! માયાને મઘમઘતાં સુંદર ફૂલોના હાર પહેરાવ્યા છે. એના કપાળે કંકુનું તિલક કરેલું છે. જાતજાતનાં વસ્ત્રો અને આભૂષણો એની કાયાને શોભાવી રહ્યાં છે. અને આ રીતે શણગારીને એને સરોવરની વચ્ચોવચ્ચ બેસાડ્યો છે. સામે મેવા-મીઠાઈથી ભર્યા ભય થાળ પડ્યા છે. અને રાજકર્મચારી અને જે ખાવું હોય એ છૂટ હોવાનું કહીને મનગમતું ખાવા સમજાવે છે. અને એની પાસે જ જલ્લાદ ઉઘાડી તલવારે પોતાનું કામ પતાવવા ખડો છે – આજ્ઞા થાય એટલી જ વાર છે ! ભલે લાખેણી ખાવાની ચીજો સામે પડી હોય, પણ મોતના ભયની સામે ખાવાનું કોને ગમે ? બિચારો માયો તો કંઈ રુવે છે, કંઈ રુવે છે. પથ્થરને ય પિગળાવી નાંખે એવી કરુણતા એના રુદનમાંથી વહેવા લાગી છે. ચારે કાંઠે ઊભેલા પ્રજાજનો આ દૃશ્ય જોઈ શકતા નથી; એમની આંખો ય આંસુભીની બનીને બિડાઈ જાય છે. રાજા અને મહામંત્રી પણ, અણીની પળે ઢીલા ન થઈ જવાય એ માટે, મહામહેનતે, પોતાના મનને મક્કમ રાખવા મથી રહ્યા છે – છેવટે તો એ ય કાળા માથાના માનવી જ છે ને ! અને છોકરાનું રુદન તો જાણે આભ-ધરતીને ય રુદન કરાવે એવું કારમું વહી રહ્યું છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy