________________
સહસ્ત્રલિંગનું તર્પણ | ૧૨૩ અને કહેતી “ આપવું જ હોય તો મૂવા !” આપે ને એમના પોતાના જણ્યાનું બલિદાન ! અમારા રાંકના રતનને શા માટે રોળવા ઊભા થયા છે ? ”
પ્રધાને એને સમજાવી ? " બાઈ, તું માગે એટલું ધન તને આપીએ. તું જરા ધીરજ રાખ, અને શાંતિથી દીકરાને લઈ જવા દે !"
માયાની માતા જાણે રણચંડી સ્વરૂપ બની ગઈ. એણે કહ્યું : “તમે જ ધન લઈને તમારા દીકરાને આપી દો ને ! દીકરો મર્યા પછી એ ધન શા કામનું ? મારા દીકરાને ભરખી જવા તમે શા માટે રાક્ષસ બન્યા છો ? ”
અને બાઈ દુખના આવેગમાં મૂછિત થઈ ગઈ અને રાજપૂતો માયાને રાજદરબારમાં લઈ ગયા. પછી પ્રધાને હાવા મેતરને સમજાવ્યો : “ જો ભાઈ, આમાં તો આપણા રાજાજીની ય લાચારી છે. એમનું ચાલ્યું હોત તો એ આવું કામ કરવા ક્યારે ય તૈયાર ન થાત. તમે સમજીને માયાને નહિ આપો તો રાજ્ય બળજબરીથી એને લઈ જશે. એના બદલામાં એનું નામ અમર રહી જાય એવું ચાહે તે કંઈક માગી લ્યો ! હવે વધુ વખત કાઢશો તો અમારે નકામાં સખત થવું પડશે.”
વૃદ્ધ હોવાનું મન કોઈ રીતે માને નહિ. આ રીતે સગે હાથે દીકરાને કમોતના મોંમાં કેવી રીતે મોકલી દેવાય ?
છેવટે એણે મેતરોને બોલાવીને સલાહ લીધી. પણ આવા જીવસટોસટના ગંભીર મામલામાં કોણ શી સલાહ આપે ? માયાને બચાવી લેવાની તો હવે કોઈ આશા ન હતી, પણ માયાના મોતના બદલામાં નાતનું કંઈક ભલું થતું હોય તો સારું, એમ વિચારીને, મનને કઠણ કરીને, રોતાં રોતાં હાવાએ કહ્યું : “ધણીનો કોણ ધણી ? જો તમને માયાનો
જીવ જ જોઈતો હોય તો, એના બદલામાં અમારા મેતર લોકો ઉપર રાજ્ય તરફથી તથા ઊજળા લોકો તરફથી જુલમ થાય તે બંધ કરો, અને વગડાને બદલે ગામના પાદરમાં વસવાની રજા આપો; માથે રૂમાલને બદલે પાઘડી બાંધવાની રજા આપો; અમારે ડોકમાં કૂલડી બાંધવી પડે તે, અને પીઠ ઉપર સાબરનું શીંગડું લટકાવવું પડે છે, એ બંધ કરાવો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org