________________
૧૮૦Dરાગ અને વિરાગ હતું. ઝાંઝવાનાં જળમાંથી જાણે સાચી સરિતા ફેલાવવાની હતી !
આ માટે શું કરવું ?-મંત્રી વિમાસી રહ્યા, પણ તરત કોઈ ઉપાય ન મળ્યો.
અને સમય તો પોતાનું કામ કરતો જ રહ્યો !
દક્ષિણના લોકોએ હમણાં એક નવી જ વાત જોઈ : દેવગિરિથી થોડે દૂર ઓંકારપુર નામે એક નગર. એ નગરમાં એક દાનશાળા ચાલે નવી નવી જ સ્થપાયેલી.
સાધુ-સંતો ત્યાં પૂરો આદર પામે. અભ્યાગતો અને અતિથિઓ ત્યાં ખૂબ સંતુષ્ટ થાય. અને થાક્યાપાડ્યા મુસાફરનું તો સાચું વિશ્રામસ્થાન. અત્ર, પાણી અને આરામની ત્યાં જોઈએ તેવી સગવડ.
એ દાનશાળા. દેવગિરિના પ્રધાન હમ પ્રધાનના નામથી ચાલે. આવનાર સાધુસંતો અને પ્રવાસીઓ હેમ પ્રધાનનો જયનાદ બોલાવે. હેમ પ્રધાનની કીર્તિ તો જોતજોતામાં ગામે-ગામ પ્રસરી ગઈ. વાત વહેતીવહેતી પ્રધાનને કાને પહોંચી !
હેમ પ્રધાને જ્યારે જાણ્યું કે કારપુરમાં મારા નામની મોટી દાનશાળા ચાલે છે, ત્યારે એના અચરજનો પાર ન રહ્યો. પહેલાં તો એણે એ વાતને કેવળ ગપ માનીને આવી પાયા વગરની વાત કહેનારને પાગલ માની લીધો. પોતાનાં સંતાનો માટે પણ પાઈ ખરચતા જેનો જીવ કપાઈ જાય, એ આવી દાનશાળા ચલાવે એ ન બને !
પણ દાનશાળા ચાલતી હતી, એ વાતનો ઈન્કાર થઈ શકે એમ ન હતું. તપાસ કરતાં એ વાત સાચી માલૂમ પડી. અને એનો બધો યશ પોતાને જ મળતો હતો, એની પણ એમને ખાતરી થઈ ચૂકી !
ભલા, ધન કોઈ ખરચે અને યશ કોઈનો ગવાય એવું તે બને ખરું ? પ્રધાનના મનને ભારે ચટચટી થઈ ગઈ ઃ આ વાતનો ભેદ તો પામવો જ રહ્યો.
પ્રધાને પોતાના વિશ્વાસુ માણસોને તપાસ માટે મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org