________________
૨૦] રાગ અને વિરાગ
બાહુબલીએ તો ભારે ઉગ્ર તપશ્ચર્યા આદરી : જ્યારે એ તપથી કર્મમળ દૂર થાય અને ક્યારે પૂર્ણ જ્ઞાન લાધે !
અને બાર બાર મહિનાનું એ તપ પણ કેવું ? ન અન્ન, ન પાણી, ન ઊંઘ, ન આરામ, ન ચાલવું, ન ફરવું. ઝાડના થડની જેમ સ્થિર બનીને ધ્યાનમગ્ન રહેવું અને જે કષ્ટો આવે એને અવિચલિતપણે સમભાવપૂર્વક સહન કરવાં.
એ સ્થિર તપસ્વીના દેહની આસપાસ વેલો વીંટાઈ ગઈ. દેહ ઉપર પંખીઓએ માળા બાંધ્યા, પગની પાસે ભોરિંગોએ રાફડા રચ્યા; છતાં યોગી તો સાવ સ્વસ્થ છે, સ્થિર છે. મનમાં એક જ તાલાવેલી છે ? ક્યારે પૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે ? "
પણ યોગી મારગ ભૂલ્યા ! એમના અહંકારે એમના આત્મજ્ઞાનને એવું ને એવું જ આવું રાખ્યું. એમની સાધનાને સિદ્ધિનું વરદાન ન મળ્યું, અને તે પણ સાવ નજીવી વાત માટે. જાણે નવાણું હાથી નીકળી ગયા, અને સોમો પૂંછડે અટકી ગયો !
પણ એ બાકીનું કામ કોણ કરે ?
ભગવાન ઋષભદેવ તો કરુણાના સાગર. એ મહાજ્ઞાની પ્રભુએ બાહુબલીના અંતરના શલ્યને પારખી લીધું અને એને દૂર કરવા માટે બ્રાહ્મી અને સુંદરીને વનમાં મોકલી.
પ્રશાંત વનમાં બન્ને બહેનીઓનો મધુર સ્વર રણકી રહ્યો છે : વીરા મોરા, ગજ થકી ઊતરો ! વીરા મોરા, ગજ થકી ઊતરો ! ભાઈ ! ભાઈ ! રાજપાટ છોડ્યા પછી આ હાથીને હોદ્દે ચડવું તમને શોભે ખરું ?"
અંતરમાંથી નીકળેલાં આ માર્મિક વેણ યોગીના ધ્યાનને વીંધીને એના અંતરમાં પહોંચી ગયાં.
એ વિચારે છે : આ શું ? અહીં નિર્જન વનમાં માનવીનો આ સાદ કેવો ? અહીં ગજ કેવો અને એનો હોદ્દો કેવો ?
ત્યાં બહેનોનો સાદ ફરી ફરી સંભળાય છે “ ગજ ચર્થે કેવળ ન હોય રે ! ભાઈ, આ રીતે આત્મજ્ઞાન ન પ્રગટે ! માટે એ ગજ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org