SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગ - છેલ્લો અહંકાર | ૨૧ હેઠા ઊતરો !” બાહુબલીનું ધ્યાન તૂટી ગયું. એ વિચારી રહ્યા : “ આ કોનો સાદ ? અરે, આ તો બહેની બ્રાહ્મી અને ભિગની સુંદરીનો સાદ ! પણ અહીં ગજ ક્યાં છે ? આ બહેની શું કહે છે ?' બાહુબલી જરા ઊંડા ઊતરી ગયા : “ હા. હા. બહેની સાચું કહે છે. અહંકારના ગજ ઉપર ચડીને આત્મજ્ઞાન ન લાધે ! સાચી વાત ! હું યોગી થયો, પણ માર્ગ ભૂલ્યો ! નાના ભાઈઓને વંદન નહીં કરવાનો મારો અહંકાર જ મારી તપસ્યા અને સાધનાને સિદ્ધ થતી અટકાવે છે ચાલ, થયેલી ભૂલની હું ક્ષમા માગું અને ભાઈઓનાં ચરણોમાં જઈ વંદન કરું.' બાહુબલીએ પગ ઉપાડ્યા અને છેલ્લા અહંકારનો એ કાંટો દૂર થતાં જ બાહુબલીના આત્મામાં અજવાળાં થઈ રહ્યાં ! બહેનોનો સાદ ભાઈનું પરમ કલ્યાણ કરી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy