________________
3
કૃતજ્ઞતા
અત્યારના ચિત્તોડને તે કાળે ચિત્રકૂટ કહેતા. બારસો-તેરસો વર્ષ પહેલાંનો એ સમય. ચિત્રકૂટ નગરમાં એક બ્રાહ્મણ રહે એ બ્રાહ્મણ ચૌદે વિદ્યામાં પારંગત અને મોટો અગ્નિહોત્રી. વિઘામાં તો, શોધો તો ય, એની જોડ ન મળે.
રાજા જિતારીનો એ બહુ માનીતો. રાજનું પુરોહિતપદ એને ઘેર. ગજા અને પ્રજા બેયમાં એના પાંડિત્યની ભારે છાપ. સૌ કોઈ એને આદરમાન આપે, એની વિદ્યાના વખાણ કરે અને શાસ્ત્રનું કામ પડે તો એને જ પૂછવા આવે.
પોતાની વિદ્યામાં એને એવો અડગ વિશ્વાસ કે એ કદી કોનાથી યે ગાંજ્યો ન જાય કે પાછો ન પડે. અને જ્ઞાનનો તો જાણે એ મહાસાગર. અનેક સારસ્વત સરિતાઓ એ મહાસાગરમાં આવીને એક થઈ ગયેલી.
કોઈ મહાપંડિત બનીને સામે આવે તો એને તો એ પરાજિત કરીને જ છોડે. એકે વિદ્યા એવી નહીં કે જેમાં એને કોઈ ચૂપ કરી શકે, હરાવી શકે કે એની સામે થઈ શકે !
વાદીનો તો જાણે એ કાળ બની ગયેલો.
44
અને ધીમે ધીમે એના જ્ઞાનને પણ ગુમાનનો રંગ ચડવા માંડ્યો. એ તો કહે ઃ ત્રણ લોકમાં જે કોઈ પોતાને પંડિત માનતો હોય તે આવી જાય મારી સાથે શાસ્ત્રાર્થ કરવા ! જોઉં તો ખરો કે મને હરાવવાની કોના મગજમાં રાઈ ભરી છે ! એની એ રાઈને વેરી ન નાખું તો મારું નામ પંડિત નહીં ! ''
અને એ ગુમાનમાં તો એણે માની લીધું કે દુનિયામાં બધાં ય શાસ્ત્રો, અને બધીય વિદ્યાઓ મારી જબાને બાંધ્યાં પડ્યાં છે. એવું એકાદ શાસ્ત્ર, એવી એકાદ વિદ્યા તો બતાવો, જે આ ભેજામાં ન હોય !
અને લોક પણ કેવું વિચિત્ર છે ! એણે આ પંડિત માટે કંઈ કંઈ વાતો જોડી કાઢી હતી. કોઈ કહેતું કે આ પંડિત તો હાથમાં કોદાળી, બગલમાં જાળ અને ખભે નિસરણી રાખીને ફરે છે. અને એ તો છડેચોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org