SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતા | ૨૩ પોકાર પાડીને કહે છે : “ મને જીતવાની ઇચ્છાવાળો કોઈ વાદી અગર ધરતીમાં પેસી ગયો હશે તો આ કોદાળીથી ધરતીને ખોદીને હું એને બહાર કાઢીશ, અગર કોઈ વાદી ઊંડા જળમાં સંતાઈ ગયો હશે તો એને હું માછલાની જેમ આ જાળથી બહાર ખેંચી આણીશ. અને જો કોઈ વાદી આકાશે. ચડી ગયો હશે તો એને હું આ નિસરણીથી નીચે આણી પટકીશ !" અને એનું પેટ તો જુઓ : ઉપર કેવો મોટો સોનાનો પટ્ટો બાંધ્યો છે ! એને એમ કે રખેને આટલા બધા જ્ઞાનના આફરાથી ફૂલીને પેટ ફૂટી જાય તો ! અને જરા જુઓ તો ખરા : આ બધું ઓછું હોય એમ, એ પોતાની સાથે જંબૂલતાનો લઈને ઠેર ઠેર ફરે છે. જાણે એ કહેવા માગે છે : “ આખા જંબૂદ્વીપમાં જ્ઞાનમાં મારી તોલે આવી શકે એવો એક પણ માનવી નથી ! " વાહ રે પંડિતરાજ ! અને જ્ઞાનના આ ગુમાનમાં ને ગુમાનમાં એ તો હવે કહેવા લાગ્યા : “ હું તો છું આ કળિકાળમાં સર્વજ્ઞ ! એકે વાત મારાથી અજાણી નથી !' એ સર્વજ્ઞતાના ગર્વમાં એમણે એક વાત નક્કી કરી રાખી : “આ દુનિયામાં એવી એક પણ વાણી નથી કે મારે અધીન ન હોય એટલે, જે કોઈનું પણ વચન હું ન સમજી શકું એનો હું શિષ્ય બની જાઉં !" આવા હતા ચિત્રકૂટના એ મહાપંડિત ! એમનું નામ હરિભદ્ર. એક દિવસની વાત છે. મધરાત થવા આવી હતી. પંડિતરાજ હરિભદ્ર મંત્રવિધિ પૂરી કરીને રાજભવનથી પોતાને ઘેર પાછા આવી રહ્યા હતા. એમનું મન તો શાસ્ત્રચિંતનમાં જ મગ્ન હતું. જેના અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy