________________
૨૪ ] રાગ અને વિરાગ એને બહાર અંધકાર છે કે પ્રકાશ એની કશી ખેવના શા માટે હોય ? એ તો વિચાર કરતા કરતા સ્વસ્થ ગતિએ ચાલ્યા જતા હતા.
પંડિતરાજ એક ધમગાર પાસેથી પસાર થઈ રહ્યા હતા એટલામાં કવિતાની એક કડી (ગાથા) એમના કાને પડી. એક સ્ત્રીના પ્રશાંત મધુર કંઠમાંથી એ ગાથા વધુ મધુર બનીને હવામાં પોતાના સૂર પ્રસારી રહી હતી.
અનેક ઘોંઘાટો અને આઘાતો વચ્ચે પણ અચલિત ચિત્તે ચિંતન કરનાર પંડિતરાજના ચિત્તને આ ગાથા ચલાયમાન કરી ગઈ. છેવટે તો એ ગાથા પણ વિદ્યાની સહોદરા જ હતી ને ! તો પછી એને ઉવેખાય શી રીતે ?
પંડિત હરિભદ્ર તો એનો અર્થ ઉકેલવાના વિચારમાં જ મગ્ન બની ગયા. એ વિચારે છે, વધુ વિચારે છે, વધુ ઊંડા ઊતરે છે. વધુ ચિંતન કરે છે; પણ રે, આવી એક નાની સરખી ગાથાનો અર્થ પણ કાં ન સમજાય ? ક્યાં ગયું મારું શાસ્ત્રપારગામી જ્ઞાન ? – પંડિત હરિભદ્રનું મન વધુ ગંભીર બન્યું.
એ ચિંતન કર્યા જ કરે છે; પણ ગાથા પણ કોઈ એવું ભેદી રૂપ ધારણ કરીને આવી છે કે એના અર્થનો ભેદ ઉકલતો જ નથી.
પંડિતરાજનો વિદ્યાગવું પડઘા પાડી રહ્યો. કળિકાળનો હું સર્વસ, અને આવી એક નાની સરખી વાતનો મર્મ પણ નથી પકડી શકતો !
અને ધીરે ધીરે એ ગાથાનો અર્થ સમજવાની તાલાવેલીમાં જ્ઞાનગર્વનો હિમાલય ઓગળવા માંડ્યો.જે જ્ઞાનનું આટલું ગુમાન, એ જ્ઞાન આટલો સરખો અર્થ પણ ન બતાવી શકે, તો પછી એ જ્ઞાનનું ગુમાન શું કરવાનું ?
કુંજરને જાણે કીડી સતાવી રહી.
વિપ્ર હરિભદ્રનું મન તો એ અર્થની શોધમાં જ ચોંટી ગયું. એક બાજુ ઘણી ઘણી શોધને અંતે પણ એ અર્થ લાજતો નથીતો બીજી બાજુ એના મનની શાંતિ પણ દૂર દૂર ચાલી જાય છે. ચિત્ત જાણે ચગડોળે ચડી ગયું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org