________________
કૃતજ્ઞતા D ૨૫ અને એનું મન તો હવે જૂની વાતની યાદ દેવરાવી રહ્યું, જે કોઈનું પણ વચન હું ન સમજી શકું એનો હું શિષ્ય બની જાઉં !'
આત્મા જાણે પોતાની જાતને ઢંઢોળીનો પોકારી રહ્યો છે ? • પંડિતરાજ ! જ્ઞાનનું ગુમાન તો બહુ બહુ કર્યું, પણ હવે એ ગુમાનને અળગું કરીને શિષ્ય બનવાનો વખત આવી ગયો છે !'
અને એ આત્માના અવાજના પ્રેય પંડિતરાજ વિનમ્ર જિજ્ઞાસુ બનીને પેલી ગાથાનો પાઠ કરનાર સાધ્વી પાસે જઈ પહોંચ્યા.
ધર્મની પરમ ઉપાસિકા એ વૃદ્ધ સાધ્વી રાત-દિવસ અપ્રમત્તપણે રહે અને જ્ઞાન, ધ્યાન અને ધર્મપાલનમાં પોતાની સયંમયાત્રાને આગળ વધારે. આળસ કે ઈન્દ્રિયની વાસનાને તો એ પાસે પણ ટૂકવા ન દે.
એ સાધ્વીના મુખ ઉપર રમતા અહિંસા, સંયમ અને તપના તેજે જાણે પંડિતરાજના અંતર ઉપર કામણ કર્યું. એ સાથ્વીમાં જાણે એમને માતાના દર્શન થયાં.
હરિભદ્ર વિનમ્ર બનીને વિજ્ઞપ્તિ કરી : “ માતા ! તમે જે ગાથા થોડા વખત પહેલાં બોલતાં હતાં, એનો અર્થ અને મર્મ મને સમજાવો!"
સંસારથી વિરક્ત બનેલ સાથ્વીનું અંતર પણ જાણે આ જિજ્ઞાસુ પંડિતરાજ તરફ પુત્રવાત્સલ્યનો ભાવ અનુભવી રહ્યું. જુગજુગજૂના ઋણાનુબંધ જાણે આજે જાગી ઊઠડ્યા હતા.
સાધ્વીએ કહ્યું : “ મહાનુભાવ ! આવી શાસ્ત્રવાણીનો અર્થ અને મર્મ સમજવા માટે તો તમારે અમારા ગુરુની પાસે જવું ઘટે. શાસ્ત્રવચનનો અર્થ કરવાના એ જ સાચા અધિકારી છે. "
અને હરિભદ્રના અંતરને તો હવે જાણે સાચા જ્ઞાનની ઠેસ વાગી ગઈ અને એ ઠેસે એના જ્ઞાનના ગુમાનને ઉતારી દીધું – જાણે કો સમર્થ મંત્રવેત્તા ગાડીએ વિષધરનું વિષ નિતારી લીધું !
પંડિત હરિભદ્રની જિજ્ઞાસા એવી અદમ્ય બની ગઈ હતી કે એ રોકી રોકાય એમ ન હતી. અને એ માટે એ જે મૂલ ચૂકવવું પડે એ ચૂકવવા તૈયાર હતા. એટલે તરત જ એ ગુરુ જિનદત્તસૂરિજી પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org