________________
કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૭ અને મંત્રી તેજપાળ સ્વયં ઘુઘૂલની સામે ચડી ગયા અને એને કાષ્ઠપિંજરમાં જીવતો પકડીને લાવ્યા.
આ બધો સમય દરમ્યાન અનુપમાએ એક તપસ્વિની જેવું આકરું વ્રત પાળ્યું હતું, જાણે એ મનોમન સ્વામીની સાથે સાથે યુદ્ધભૂમિમાં જ ન હોય !
અનુપમાની શ્રી સલાહે મંત્રી તેજપાળની રાજ્યભક્તિ ઉપર યશકલગી ચડાવી દીધી.
એક દિવસ ઘરના મહેતા મુંજાલે મંત્રી તેજપાળને વિચિત્ર સવાલ પૂછ્યો : “મંત્રીજી ! આપ રોજ ટાઢું જમો છો કે ઊનું ?”
મંત્રીએ તો વાત કાને ન ધરી. પણ મહેતાએ તો ફરી ફરીને એ જ સવાલ પૂછ્યા કર્યો, ત્યારે મંત્રીને થયું કે આ કોઈ ગામડિયો લાગે છે, કે આવો અણસમજુ પ્રશ્ન પૂછ્યા કરે છે.
પણ પેલાએ તો પોતાની વાત ચાલુ જ રાખી, એટલે છેવટે મંત્રીએ એનો મર્મ પૂક્યો.
મુંજાલે કહ્યું : “અત્યારે આપ જે કાંઈ વૈભવ ભોગવો છો, એ તો આપની પહેલાંના જન્મની કમાણી છે. હવે આગળને માટે કંઈ નહીં કરો ? આ તો ગુરુજીએ આપને ચેતવવા આ વાત કહેવરાવી છે ! પછી આપની વાત આપ જાણો !”
અનુપમાદેવી તરત જ વાતનો મર્મ પામી ગયાં અને પતિ-પત્ની બંને વધારે ધર્મપરાયણ બની ગયાં.
પછી તો એમને આંગણે સાધુ-સંતોની ભારે ભીડ જામવા લાગી, પણ અનુપમાદેવી તો ન કદી થાકે કે ન કદી કંટાળે. એ તો સૌને આદરપૂર્વક હોંશેહોંશે ભિક્ષા આપે. અને જેમ વધુ સંતો આવે એમ વધુ આનંદ અને વધુ ધન્યતા અનુભવે.
એક દિવસ મંત્રી તેજપાળ ત્યાં બેઠા હતા અને અનુપમાદેવી સાધુઓને ભિક્ષા આપતાં હતાં. એવામાં સાધુઓને નમસ્કાર કરવા જતાં એમના હાથમાંની ઘીની ભરેલી મોટી વાઢી હાથમાંથી સરી પડી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org