________________
હીરાની ખાણ 1 ૩૫ યોગી મારા ઉપર પ્રસન્ન થયા અને હું એમનો શિષ્ય બની ગયો. ”
“ સમય જતાં મારા વિનય અને ભક્તિથી એ યોગી તુષ્ટમાન થયા અને મને એમની કેટલીક સિદ્ધિઓ શિખવાડવાની કૃપા કરી.
“ આ ધરણીકલ્પ વિદ્યા પણ એ મહાગુરુની કૃપાનું જ ફળ છે. પણ એ વિદ્યા આપતી વખતે ગુરુજીએ મને ચેતવણી આપી કે “ આ વિદ્યાનો ઉપયોગ તારા પોતાના સ્વાર્થ માટે કે કોઈ અધર્મી જીવ ઉપર ઉપકાર કરવા માટે કરવાનો નથી, એમ કરીશ તો તારી એ વિદ્યા લુપ્ત થઈ જશે. અવસરે યોગ્ય સુપાત્રને અર્થે જ એનો ઉપયોગ કરવો. ”
“ ગુરુની એ શિખામણ મેં માથે ચડાવી અને હું રવાના થયો. અને ત્યારથી અત્યાર સુધી યોગ્ય પાત્રની રાહમાં એ ધનભંડારની વાત કોઈને ન કરી. આજે તારા જેવું ધર્મી સુપાત્ર મળવાથી એ ધનભંડાર તને મળે એવી મને ભાવના થઈ આવી છે. "
વિશાખદત્તને હવે કશું પૂછવાપણું ન રહ્યું. એનું મન તો જાણે કરોડો સોનૈયાઓના ઢગમાં આળોટવા લાગ્યું. સંપત્તિએ જન્માવેલ સુખસાહ્યબી અને વૈભવવિલાસની કંઈ કંઈ શાખાઓ ઉપર એનું મનમર્કટ કૂદાકૂદ કરી રહ્યું. ધન આવતું હોય અને તે ય આટલી સહેલાઈથી અને કરોડો સોનૈયા જેટલું વિપુલ – તો ભલા કોને લોભ ન વળગે ? સોનું દેખીને જો મુનિવર પણ ચળતા હોય તો આ તો ધનનો અર્થી ગૃહસ્થ માત્ર જ હતો ને !
એને થયું કે ક્યારે વખત પાકે અને કયારે ધન મળે ? આવું આકડે મધ તો એણે કદી સ્વપ્નમાં ય જોયું ન હતું. હવે વાર કેટલી ?
એ તો નત મસ્તકે યોગી દિવાકરની વાતનો સ્વીકાર કરી રહ્યો.
વાતનો બંધ વાળતાં દિવાકરે કહ્યું : “ સારા કામમાં સો વિઘન, એટલે શુભ કામને જલદી પાર પાડ્યું જ સારું ! કાત્યાયની ચંડિકા દેવીને પ્રસન્ન કરવાની પૂજા સામગ્રી લઈને આજે મધ્યરાત્રિએ જ આપણે એના મંદિર તરફ રવાના થઈશું. તમે બધી સામગ્રી સાથે તૈયાર થઈ રહેજો. જવાનો વખત થશે એટલે હું અહીં આવીને તમને સાદ કરીશ; મારો સાદ સાંભળતાં જ તમે આવી પહોંચજો. "
વાતનો એકજલદી પાર કરીને આજે મધ્યરાત્રિ તૈયાર થઈ
એટલે સત્ર કરવાની ના થઈશું.
અહીં આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org