SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આરતીના ઘંટારવો સૂતેલ આત્મભાવને જાગ્રત કરતા. આવા ગૌરવભર્યા ગુજરાત અને શોભાયુક્ત પાટણ શહેરના એક ધર્મ-કર્મવી૨ મંત્રીશ્વરની આ કથા છે. અણહિલપુરની રાજસભા ત્યારે ભારે પંકાતી. ત્યાં મહારાજા કુમારપાળ સમક્ષ રોજ દેશ-પરદેશના સમાચાર આવતા અને દેશના કલ્યાણની દૃષ્ટિએ મંત્રીઓ એના ઉપર વિચારણા ચલાવી યોગ્ય નિર્ણય કરતા. મૃત્યુંજય ū ૯૫ રાજસભા આજે કંઈક વિચારમાં પડી હતી. આજે દૂત સમાચાર લાવ્યો હતો કે, સૌરાષ્ટ્રના એક જાગીરદાર સઉંસરે પોતાનું માથું ઊંચક્યું હતું, અને ગુજરાતના રાજવીની આણને પડકાર કર્યો હતો. માળવા, મહારાષ્ટ્ર અને સિંધ સુધી ગુજરાતની વિજયવૈજયન્તી ફરકાવનાર મહારાજાને, તેમના મંત્રીમંડળને કે ગૂર્જરભૂમિના શૂરવીર સુભટોને આમાં જરાય ચિંતા જેવું લાગતું ન હતું. જેની આગળ મોટા મોટા રાજવીઓ, ભલભલા વીર યોદ્ધાઓ અને અભેદ્ય ગણાતા કિલ્લાઓ નમી પડ્યા હતા એ ગુજરાતના શૂરાતન આગળ બિચારા સઉંસરનું શું ગજું ! પણ દુશ્મન અને રોગને ઊગતા જ દાબી દેવાં એ નીતિવાક્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી, એમ વિચારી રાજમંત્રીઓએ છેવટે સઉંસરને દાબી દેવાનાં પગલાં ભરવાનું યોગ્ય ધાર્યું, અને એ માટે વયોવૃદ્ધ મંત્રી ઉદયનની સરદારી નીચે સેના મોકલવાનું નક્કી થયું. - મંત્રીવર ઉદયન જેમ શૂરાતનમાં આગળ પડતા હતા તેમ રાજનીતિમાં પણ ભારે કુનેહબાજ ગણાતા. એમની રાજ્યભક્તિ પણ દાખલારૂપ લેખાતી. એ રાજ્યભક્તિએ જ આજે આટલી વૃદ્ધ વયે એમના ઉપર સેનાપતિનો અભિષેક કર્યો હતો. મંત્રીવરે રાજઆજ્ઞા શિરે ચડાવી, અને એક મંગલ પ્રભાતે સેના સાથે સૌરાષ્ટ્ર તરફ વિજયપ્રસ્થાન કર્યું. Jain Education International દરમજલ આગળ વધતી સેનાએ આજે વઢવાણના સીમાડે પડાવ નાખ્યો હતો. ઉદયનમંત્રી પોતાના શામિયાનામાં આમતેમ આંટા મારતા હતા. તેમનું હૃદય આજે કોઈ ઊંડા ઊંડા વિચારોમાં મગ્ન થયું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy