________________
૯gરાગ અને વિરાગ હતું. રણશૂર અને કર્મવીર મંત્રીની નસોમાં આજે ધર્મ નાના ધબકારા બજી રહ્યા હતા.
મંત્રીશ્વરનું મન જાણે અંદરોઅંદર કહેતું હતું. સંગ્રામો ખેલવામાં અને શત્રુઓને સંહારવા ને હરાવવામાં આખી ઉમ્મર પૂરી થવા આવી. હવે તો વૃદ્ધાવસ્થાના કિનારે પહોંચ્યો છું. પાકું પાન બનતી જતી કાયાનો હવે શો ભરોસો ? ન માલૂમ ક્યારે પવનનો એક ઝપાટો આવે અને એ પાન ખરી પડે ! અને પાન ખરી પડ્યા પછી તો બાજી ક્યાં આપણા હાથમાં રહેવાની છે ? એટલે જે કંઈ કરવું સૂઝે તે પવનનો સપાટો લાગતાં પહેલાં જ કરી લેવું. અને વળી આ તો રણખેલના મરવા-મારવાના મામલા ! ત્યાં તો ક્ષણમાત્રનો પણ શો વિશ્વાસ ? એક જ ઘા કારમો આવી પડે અને આપણે હતા-નહતા બની જઈએ, અને મનની બધી મનમાં જ રહી જાય ! સ્થિતિ જ્યારે આવી આવી પડી છે તો પછી આ રણ ખેલતાં પહેલાં એક વાર તથધિરાજ શત્રુંજયની અને યુગાદિદેવની યાત્રા કરી આવું તો કેવું સારું !
જાણે કોઈ પ્રબળ ભાવિની પ્રેરણા કામ કરતી હોય તેમ, મંત્રીશ્વરની ભાવના વધુ ને વધુ સતેજ થતી ગઈ અને થોડી વારમાં તેમણે નિર્ણય કરી લીધો - રણસંગ્રામમાં ઝંપલાવતાં પહેલાં તીર્થાધિરાજની યાત્રાએ જવાનો ! - તેમણે મંડલેશ્વરો અને સેનાના વડાઓને પોતાના તંબમાં બોલાવ્યા અને પોતાનો વિચાર કહી સંભળાવ્યો. છેવટે તેમણે આ વાત કરી : “તમે સૌ કૂચ આગળ ચાલુ રાખજો, મારી ખાતર લશ્કરની કૂચ અટકાવવાની જરૂર નથી. હું યાત્રા કરીને ઝડપભેર તમને આવી મળું
અને બીજી સવારે સૂર્યદેવે પોતાનો રથ ચાલતો કયો ત્યારે, પાટણના સૈન્ય સોરઠની ભૂમિ તરફ કૂચ આગળ વધારી અને મંત્રીશ્વર ઉદયને શત્રુંજય તરફ પ્રયાણ કર્યું
[૨] મંડલેશ્વરો સહિત સૈન્યને સઉસરને જીતવા માટે વળાવી, મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org