________________
મહાયાત્રા ૧૮૭
સમાઈ ગઈ.
પણ વિક્રમ રાજા તો ગુણના પૂજારી અને ભારે કદરદાન પુરુષ હતા. થોડા જ દિવસ પછી એમણે ભાવડશાહને બોલાવીને રાજસભામાં જાહેર કર્યું કે, “ભાવડશાહની ધર્મભાવના અને રાજભક્તિથી અમે ખૂબ પ્રસન્ન થયા છીએ. તેઓ આપણા રાજ્યની અને દેશની શોભારૂપ નરરત્ન છે. એમને અમે મધુમતી અને એની સાથેનાં બાર ગામનું પરગણું બક્ષિસ આપીને એમની ઉદારતા, કુલીનતા અને દેશભક્તિની કદર કરીએ છીએ.”
સંતોની ભવિષ્યવાણી સફળ થઈ : ભાવડશાહ રંકમાંથી રાય જેવા બની ગયા !
આવા વિચક્ષણ, સમયપારખું અને સાચા પુરુષ હતા ભાવડશાહ !
આવાં પવિત્ર અને પતિપરાયણા હતાં ભાવલાદેવી ! એમનો પનોતા પુત્ર તે જાવડશાહ.
એ જાવડશાહ અત્યારે પરદેશી મ્લેચ્છ રાજાના રાજ્યમાં નજરકેદ જેવી પરાધીનતા ભોગવતો હતો. એને વેપાર ખેડવાની, ધન રળવાની અને જિંદગીની મોજ માણવાની બધી છૂટ હતી. એની પ્રાણપ્રિયા ધર્મપત્ની સુશીલાદેવી અને એમનો પુત્ર જાગનાગ પણ એની સાથે જ હતો. એને દુનિયાની કોઈ વાતની ખામી ન હતી. ફક્ત પોતાના દેશ પાછા ફરવાની એને છૂટ ન હતી અને આ એક જ પરાધીનતા એના અંતરના વારેવારે શલ્યની જેમ સદા ડંખ્યા કરતી અને એની ધન-સંપત્તિ અને સુખ-સાહ્યબીને નકામી બનાવી મૂકતી. જાણે દૂધના મોટા કુંભમાં વિષનાં થોડાંક બિંદુઓ ભળી ગયાં હતાં ! પણ ધન-વૈભવની પૂજારી દુનિયાને આ વાતની કશી જ ખબર કે ખેવના ન હતી; એને મન તો જાવડશાહ સર્વ વાતે સુખી જીવ હતા.
પણ જાવડશાહનું અંતર તો પળેપળે પોતાના વતનને જ ઝંખ્યા કરતું હતું. એના રોમરોમમાં જાણે વતનનો સાદ ગુંજી રહ્યો હતો ? ક્યારે પહોંચું મારી સૌરાષ્ટ્રભૂમિમાં અને ક્યારે ચરણ પખાળું મારી માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org