________________
૧૮૮ ] રાગ અને વિરાગ સમી મધુમતી નગરીનાં !
પણ વતન તો આજે કેટલેય દૂર હતું, અને ત્યાં પહોંચવાનો કોઈ માર્ગ પોતાને માટે. મોકળો ન હતો. જિંદગી એવા વિચિત્ર બંધનમાં સપડાઈ ગઈ હતી !
“એ મારગ બંધ થયો અને પોતાને પરાધીન થવું પડ્યું, એમાં પણ, ખરી રીતે તો, મારો પોતાનો જ દોષ હતો ને ! ” એક દિવસ જાવડશાહ જાણે અંતરમાં ઊંડો ઊતરીને ભૂતકાળની ઘટનાને વિમાસી રહ્યો.
ભારતવર્ષમાં ધન-સંપત્તિની છોળો ઊડતી હતી અને બીજાનું છીનવી લેવા કરતાં પોતાનું લૂંટાવા દેવામાં ઉદારતા માનવાની ભારતવાસીઓની પ્રકૃતિ હતી. એટલે ધનલોલુપ અને આક્રમણખોર પરદેશીઓ અને પ્લેચ્છોને માટે ભારતદેશ આકડે મધ જેવો લોભામણો બની ગયો હતો. છાશવારે ને છાશવારે પરદેશીઓનાં ધાડાં ને ધાડાં આ દેશમાં ઊતરી પડતાં અને ધનના ઢગલા ઉપાડીને વિદાય થઈ જતા. ન કોઈ રોકટોક, ન કોઈ સામનો !
એક વાર મધુમતી નગરીની અઢળક સંપત્તિની કથા એક પ્લેચ્છ રાજાના કાને પહોંચી ગઈ. અને એ મોટા લશ્કર સાથે મધુમતી ઉપર ચડી આવ્યો.
ત્યારે મધુમતી ઉપર જાવડશાહનો અધિકાર હતો. પિતા ભાવડશાહે વસાવેલ રાજ્યની રક્ષાનો ભાર એના માથે હતો. જાવડશાહ જેવો ધમ હતો, એવો જ કર્મી અને શૂરવીર હતો. એણે વીરતાપૂર્વક પોતાની સેના અને પ્રજાની આગેવાની લઈને સ્વેચ્છ રાજાનો સજ્જડ મુકાબલો કર્યો, પણ મ્યુચ્છ રાજાની અપાર સૈન્યશક્તિ આગળ જાવડશાહનું શૂરાતન કામ ન લાગ્યું એનો પરાજય થયો. મ્યુચ્છ રાજા અપાર ધન લઈને અસંખ્ય નર-નારીઓને ગુલામ બનાવીને પોતાને દેશ પાછો ફર્યો જાવડશાહ અને એની પત્નીને પણ એ યુદ્ધકેદીઓ તરીકે પોતાની સાથે લેતો ગયો.
પણ મ્લેચ્છ રાજા માનવરત્નનો પારખુ હતો. એણે જાવડશાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org