________________
રાગ અને વિરાગ ૫ રાજીમતી કંઈક ભાનમાં આવે છે અને કંદન કરે છે : “ નાથ ! શું મને એકલી મૂકીને ચાલી નીકળ્યા ? ના, ના, એમ ન બને ! સ્વામી ! વાળો, વાળો, તમે રથડો વાળો ! કેટકેટલા ભવની પ્રીત ! અને આમ ઉવેખીને ચાલ્યા જશો ?” .
સૌનાં નેત્રો આંસુ ભીનાં થાય છે.
રાજીમતી કહે છે : “ સ્વામી, તમે જીવદયા પ્રતિપાળરે તમે રથ પાછો વાળો, પાછો વાળો, રથને પાછો વાળો !" ત્યાં તો કોઈ બહાર કરુણાદ્ર સ્વરે ગાતું સંભળાય છે :
“સુણી પશુડા પોકાર,
નેમે છોડી રાજુલ નાર !” રાજીમતી ફરી કહે છે : “ પશુઓની કરુણા જાણનાર નાથ, શું મારા ઉપર કરુણા નહી વરસાવો ? શું મારા તરફ કૂર બનશો ?"
માતા અને સખીઓ મૂઢ બની સાંભળી રહી.
રાજીમતી વધુ સાવધ બન્યાં ને બોલ્યાં “ ના, ના, આવો કરુણાસાગર કંથ કદી પોતાની કામિની પ્રત્યે ક્રૂર બને ખરો ? સખી, મારો નાથ પાછો નથી વળી ગયો ! એ તો મને પોતાની પાછળ વિરાગને પંથે આવવાનું આમંત્રણ આપી ગયો છે ! પોતે તરે અને પોતાની પ્રિયતમા ડૂબે એમ કયો પ્રિયતમ ઇચ્છે ? મા, જો જો, સાંભળ, મારો નાથ મને સાદ દઈ રહ્યો છે. એનો માર્ગ એ જ મારો માર્ગ ! "
સ્વજનોનાં આનંદ-અશ્રુ પળવારમાં શોકનાં આંસુમાં પલટાઈ ગયાં. રે સંસાર, તારી માયા !
અને રાજકુમારી રાજીમતી નેમિકુમારના માર્ગે ચાલી નીકળવાનો સંકલ્પ કરીને શાંત બની ગઈ, સ્વસ્થ બની ગઈ. એનું દુઃખમાત્ર ચાલ્યું ગયું, એનો શોકમાત્ર શમી ગયો !
વિજોગણ રાજીમતીએ જોગણ બનીને સ્વામીનો પંથ અજવાળી મૂક્યો.
- નેમિકુમાર કરુણાના વૈરાગ્યથી શોભી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org