________________
૪ Dરાગ અને વિરાગ
પડ્યા. એમને થયું : જીભના પળવારના સ્વાદ માટે આટલાં નિર્દોષ પશુઓનો સંહાર ! સર્યું આવાં લગ્નથી !
જાણે દોડવા ઇચ્છનારને ઢાળ મળી ગયો. અંતરના વિરાગીને ાગે તમાચો લગાવીને જગાવી દીધો !
નેમિકુમારે એટલું જ કહ્યું : “ ભલા સારથિ, રથને થોભાવો ! " અને કુમાર પશુઓની દૃષ્ટ દૃષ્ટ મિલાવી રહ્યા.
વરરાજાનો રથ થંભી ગયો. સૌ નીરખી રહ્યા ઃ રથ થંભ્યો, સાથે અશ્વો થંભી ગયા, ગજરાજો થંભી ગયા, સ્વજનો થંભી ગયા, મણીઓનાં ગીતો થંભી ગયાં, વાજિંત્રો થંભી ગયાં.
સર્વત્ર સ્તબ્ધતા છવાઈ ગઈ.
..
નેમિકુમારે ફરી સારથિને આજ્ઞા કરી : ભાઈ સારથિ, થ પાછો ફેરવો ! સર્યું આવાં લગ્નથી !”
સૌ જોતાં રહ્યાં અને કોડભર્યા વરરાજાનો રથ લગ્ન મંડપમાં લીલા તોરણેથી પાછો ફરી ગયો !
ધવળમંગળને સ્થાને હાહાકાર પ્રવર્તી રહ્યો.
સખીઓ સ્તબ્ધ બનીને જોઈ રહે છે ઃ આ શું ? વરરાજા પાછા વળી ગયા ? લીધાં લગ્ન અધૂરાં રહેશે ?
રાજીમતી નેત્રો ખેંચી ખેંચીને જોઈ રહી છે ? શું સાચે જ નેમિકુમાર પાછા વળી ગયા ?
એની આંખે અંધારાં આવ્યાં. એ મૂર્છિત થઈને ઢળી પડી.
માતા ધારિણી ચોધાર આંસુએ રડી રહી છે. સખીઓ દીન વદને નીરખી રહી છે. સૌનાં મુખ ઉપર ન બનવાની વાત બની ગયાનો શોક છે. અણધાર્યા આઘાતે રાજીમતીની ચેતનાને હરી લીધી જાણે કલિનીની ઉપર આગ વરસી ગઈ. એ મૂર્છામાં કંઈ કંઈ બોલી જાય છે. પાછો ન
:
એ સખીને પૂછે છે વળ્યો ? જરા જો તો ખરી !
સખી શું જવાબ આપે.
Jain Education International
..
સખી, નાથનો રથ હજી
"?
એ જરૂર પાછો આવશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org