________________
રાગ અને વિરાગ ૩ પહોંચ્યાં. વરના વધામણે સૌ સજ્જ થઈને ખડાં થઈ રહ્યાં.
સખીઓ બતાવી રહી છે : “સખી, પેલો રહ્યો નેમિકુમારનો રથ, અને અંદર એ શોભી રહ્યા નેમિકુમાર. રથ ઉપર ધજા પણ કેવી ફરકી રહી છે ! જાણે નેમિકુમાર ધજાને ફરકાવીને વા સાથે આપણી સખીને પ્રેમ-સંદેશા મોકલી રહ્યા છે !”
રાજીમતીનાં નેત્રો એ દિશામાં મંડાઈ રહે છે. વાણી તો જાણે આજે એ ભૂલી જ ગઈ છે !
પણ અરે, આ શું ?
વણથંભ્યો ચાલતો નેમિકુમારનો રથ અડધે રસ્તે કાં થંભી ગયો ?
રાજીમતી વિચારે છે : આજે જમણું નેત્ર કાં ફરકે ?
જાનના માર્ગે એક વિશાળ વાડો હતો, ચારેકોરથી કબજાવાળો ! એમાં જાત જાતનાં સેંકડો પશુઓ ભર્યા હતાં. રૂપાળાં એ પશુઓ હતાં, કાતર એમની દૃષ્ટિ હતી, દર્દભર્યાં એમનાં કંદન હતાં – જાણે હૈયાનાં તાળાં ઉઘાડી દે એવાં.
નેમિકુમાર સારથિને પૂછે છે : “ સારથિ આટલા બધા પશુઓને અહીં શા કાજે ભેગાં કર્યો હશે ? શું એમને ય આ લગ્નમાં તેડાવ્યાં
હશે ? "
સારથિએ ઉત્તર આપ્યો : “ હા સ્વામી, આ લગ્નની અને આપના જાનૈયાની ખરી સેવા તો આ પશુઓ જ કરવાનાં; એમના વિના તો બધું રસહીન અને સારહીન જ બની જાય. "
નેમિકુમાર : “ ભાઈ, તારું કથન જરા વિસ્તારથી અને સ્પષ્ટતાથી કહે ! "
સારથિ : “ આ પશુઓમાંથી તો આપણા માટે વિવિધ જાતની મધુર અને માદક રસવંતીઓ તૈયાર થવાની. એ આરોગીને જાનૈયા કન્યાપક્ષની વાહ વાહ પોકારવાના !"
નેમિકુમારે આગળ કંઈ ન પૂછ્યું. એ ઊંડા વિચારમાં ઊતરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org