________________
૨ ઘેરાગ અને વિરાગ
સમો શ્વેત રાજપ્રાસાદ જાણે હર્ષ અને કિલ્લોલના અંઘોળ કરી રહ્યો છે.
તૂરી, ભેરી, ઢક્કા અને વિવિધ વાજિંત્રો ગૂંજી ઊઠ્યાં છે. રાજરમણીઓના મધુર કંઠો જાણે એમાં વિવિધ સૂરાવલીની રંગોળી પૂરી રહ્યાં છે. જાન પાસે ને પાસે આવી રહી છે.
રાજા ઉગ્રસેનના શ્વેત રાજપ્રાસાદના ગવાક્ષો અને ઝરૂખાઓ રંગબેરંગી વસ્ત્રોથી શોભી ઊઠ્યા છે. ઉત્સવધેલી યૌવનાઓ ત્યાં ટોળે વળી છે, અને નેત્રો વિસ્ફારિત કરીને કોડીલી રાજીમતીના ભાવિ કંથનાં દર્શન માટે તલસી રહી છે.
વરઘોડો વધારે નજીક આવી પહોંચ્યો છે.
હવે તો થનગનતા તોખારોના હણહણાટો અને આનંદમત્ત ગજરાજોની કિકિયારીઓ રાજપ્રાસાદના સૂરો સાથે ભળી જઈને અજબ સૂરાવલી જગાવી રહ્યાં છે.
જાણે મેઘધનુષ ક્રીડા કરવા ધરતી ઉપર ઊતર્યું હોય એમ જાનૈયાઓના વિવિધરંગી પોષાફોથી ધરતી ઓપી રહી છે.
પ્રાસાદના એક વિશાળ ઝરૂખામાં સખીઓ ટોળે વળી છે. વચમાં પારેવી સમી રાજીમતી લજ્જાવંત મુખે ખડી છે. અંતરની ઉત્કંઠાને એ મુખની ગંભીરતાથી છુપાવી રહી છે, પણ સખીઓ તો ભારે બટકબોલી છે. ન બોલવાનું બોલી બોલીને રાજીમતીને હસાવી રહી છે, મૂંઝવી રહી છે. રાજીમતી તો આજે જાણે લજામણીનો છોડ બની ગઈ છે.
સખીઓ તાળીઓ દે છે અને હસી હસીને રાજીમતીને ચીડાવે
.
છે : જોજે ને બહેન, આજે તો કાગડો દહીંથરું ઉપાડી જવાનો ! ક્યાં ગૌરવર્ણી અમારી સખી અને ક્યાં શ્યામવર્ણી નેમિકુમાર !”
66
બીજી બોલી ઊઠે છે : ના બહેન, ના ! આજે તો વીજ અને મેઘનું મિલન થવાનું છે !”
આમ આનંદ-વિનોદ ચાલી રહ્યો છે ત્યાં વરઘોડો સાવ નજીક આવી પહોંચ્યો.
સખીઓ ગંભીર બની ગઈ; રાજીમતી પોતાની આનંદોર્મિઓને છુપાવવા મથી રહી. રાજા, રાણી અને સ્વજનો પ્રાંગણમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org