________________
કn રાગ અને વિરાગ
રાજીમતી વિયોગના વૈરાગ્યથી દીપી ઊઠ્યાં.
તે દિવસે રાગનો લાવારસ વિરાગના શાંત રસમાં પલટાઈને ધન્ય બની ગયો !
નેમ અને રાજુલ ! જાણે સાક્ષાત્ કરુણા અને વૈરાગ્ય જ જોઈ લ્યો.
બન્ને ત્યાગી બનીને અમરપંથનાં યાત્રિક બન્યાં છે, અને અનેક આત્માઓને એ માર્ગે વાળી રહ્યાં છે.
લગ્ન-સમારંભ તો અનેક ઊજવાયા હશે, પણ આ લગ્ન-સમારંભ તો સાવ અનોખો બની ગયો. બે દેહના બદલે બે આત્માઓ જ એક તારે બંધાઈ ગયાં. એ બંધન અજર હતું, અમર હતું, શાશ્વત હતું !
નેમિકુમારના નાના ભાઈ રથનેમિને પણ ત્યાગ-વૈરાગ્યનો આ રંગ સ્પર્શી ગયો; અને એય આત્માના આશક બનીને ચાલી નીકળ્યા.
ગિરનારનો ગરવો પહાડ આત્મસાધનાને માર્ગે વળેલા નેમિકુમાર, રાજીમતી અને રથનેમિ જેવા અનેક સાધકોની સાધનાથી પાવન થવા લાગ્યો.
એક દિવસની વાત છે.
સાધ્વી રાજીમતી ગિરનાર ઉપર પ્રભુ નેમિનાથનાં દર્શન કરી પાછાં ફરી રહ્યાં છે.
રસ્તામાં આકાશ વાદળથી ઘેરાવા લાગે છે. મહાસાગરના લોઢ ઊમટીને જાણે આકાશમાં ખડકાવા લાગે છે. વાદળની ગર્જનાથી ગિરનાર ગાજવા લાગે છે અને ચારે દિશાએ, રણશૂરાની તલવારની જેમ, વીજળી ચમકારા કરવા લાગે છે.
અને, કો વિજોગણનું હૈયું આંખો વાટે વહેવા માંડે એમ, વાદળ વરસવા માંડે છે. પવન, પાણી અને વીજળી એકતાર સાધીને પર્વતનો ખોળો ખૂંદવા લાગે છે – જાણે પ્રલયકાળ ન આવી પહોંચ્યો હોય !
રાજીમતી - સુકોમળ રાજીમતી – લાચાર બની જાય છે. એનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org