SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પરાગ અને વિરાગ વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું. રાજનીતિની ખટપટો અને યુદ્ધભૂમિની યાતનાઓ જાણે ત્યાં વીસરાઈ ગઈ. મનનો મોરલો જાણે કોઈ દિવ્ય ગાનમાં મસ્ત બન્યો હતો. એ નાદે જાણે મંત્રીશ્વરના મંત્રીપણાનો બોજ દૂર કરી દીધો; તેઓ એક નચિંત સેવક બનીને ત્યાં ખડા હતા. થોડી વારમાં મંત્રીશ્વર ઉપર પહોંચી ગયા. હર્ષપુલકિત હૃદયે પરમપાવન યુગાદિદેવને વંદન કર્યું, ભક્તિસભર હૃદયે પરમાત્માની સેવા-પૂજા કરી. એમના અંતરમાં ઉલ્લાસ ઉલ્લાસ વ્યાપી રહ્યો. અને પછી, બે ઘડી વિશ્રાંત બની, તેઓ રંગમંડપમાં ધ્યાનમગ્ર બન્યા – જાણે અંતરનાં ચક્ષુ આત્માની શોધ કરતાં હતાં ! થોડોક સમય શાંતિમાં પસાર થયો, મંત્રીશ્વર વધુ ધ્યાનમગ્ર થયાં પણ એ ધ્યાન કરતાં ય કોઈક વધુ મહત્ત્વની વસ્તુ બનવાની હોય એમ, નજીકમાં કંઈક ખડખડાટ થયો અને મંત્રીશ્વરની ધ્યાનનિદ્રા લુપ્ત થઈ ગઈ. તેમણે કમળપાંખડીની જેમ પોતાનાં બંધ કરેલ નેત્રો ઉઘાડ્યાં, અને ચારે તરફ ફેરવ્યાં. અને ભારે અજાયબી વચ્ચે મંત્રીશ્વરે જોયું કે, એક મૂષકરાજ પૂજાના દીપકમાંથી એક સળગતી દિવેટ લઈને પોતાના દર તરફ દોડી રહ્યો હતો, અને મંદિરના રક્ષકો અવાજ કરીને એની પાસેથી એ સળગતી દિવેટ છોડાવી રહ્યા હતા. અવાજથી ભયભીત બનેલ ઉંદર દિવેટ મૂકીને દરમાં પેસી ગયો, અને મંદિરના રક્ષકો પોતાના કામે વળગી ગયા ! એમને માટે તો આ જાણે રોજ-બ-રોજ બનતી, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર ન હોય એવી, સાવ સામાન્ય ઘટના બની હોય એવું લાગતું હતું. પણ આ દૃશ્ય જોયા પછી મંત્રીશ્વર ઉદયનનું મન માનતું ન હતું. તેમણે મંદિરના કર્મચારીઓ સાથે વાત કરી, પણ તેમને આની જરા ય ભીતિ લાગતી હોય એમ ન લાગ્યું. તેમણે તો ઠંડે પેટે આવો બનાવ હરહંમેશ બનતો હોવાનું કહી એના પ્રત્યે ઉપેક્ષા દાખવી. પણ મંત્રીજીને માટે આ કોઈ સામાન્ય ઘટના ન હતી. એ ઘટનાને વીસરી જવી કે એની ઉપેક્ષા કરવી એમને માટે શક્ય ન હતું. એમને માટે તો આ ઘટના ભારે ચિંતાજનક થઈ પડી. તેમને થયું. તીર્થાધિરાજ ઉપરનું યુગાદિદેવનું આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy