SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુંજય [ ૯૯ મંદિર લાકડાનું બનેલું છે. અને આ રીતે ઉંદરો જો સળગતી દિવેટો લઈ વારંવાર દરમાં પેસી જતા હોય તો, કોઈક દિવસ આ મંદિરનો આગના તાંડવથી નાશ થવાનો સંભવ ખરો ! અને આ કલ્પનામાત્રથી મંત્રીશ્વરનું હૃદય કકળી ઊઠ્યું ! મહારાજા કુમારપાળ જેવા ધર્મશીલ રાજવી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ ધર્મગુરુ અને અઢળક સંપત્તિના ધણી અમારા જેવા ઉપાસક મંત્રીઓ હયાત હોવા છતાં, આ પરમપાવન તીર્થને આવી રીતે આંચ આવે તો એ કેટલું શરમભરેલું ગણાય ! મંત્રીશ્વરે તત્કાળ ઊભા થઈ પરમાત્મા યુગાદિદેવની સમક્ષ હાથ - જોડી પ્રતિજ્ઞા કરી : “આ તીર્થાધિરાજનો જીર્ણોદ્ધાર કરીને આ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર ખડું ન કરાવું ત્યાં સુધી મારે બે ટંક જમવું ન ઘટે; આજથી મારે અહર્નિશ એકાશન વ્રત રહેશે. આ કાષ્ઠમય મંદિરનો ઉદ્ધાર કર્યા પછી જ મારા આ વ્રતનું પારણું થશે. અનન્ત શક્તિના અધિનાયક પરમાત્મન્ ! મારી આ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવાનું મને સામર્થ્ય અર્પજો !” સંગ્રામ માટે નીકળેલ મંત્રીશ્વરને, વઢવાણના સીમાડે એકાએક શુગંજયની યાત્રા કરવાની ભાવના થઈ આવી હતી, તેમાં કુદરતનો જે સંકેત સમાયો હતો તે જાણે, આ ઉંદરની ઘટનાથી પૂરો થયો હતો. તીર્થાધિરાજના ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી મંત્રીશ્વરે સંગ્રામ તરફ પ્રયાણ કર્યું. મંત્રીશ્વરનો આત્મા વિચાર-સાગરમાં મગ્ન બન્યો હતો, ત્યારે પૂર્વની ક્ષિતિજમાં સુવર્ણરંગી રંગોળીના ચોક પુરાઈ રહ્યા હતા. [૩] મંત્રીશ્વરનો અશ્વ પૂરપાટ સફેંસર સાથેના યુદ્ધ તરફ દોડી રહ્યો હતો. સંગ્રામ જીતવાનો ભાર પોતાના શિરે છે એ વિચારે વૃદ્ધ મંત્રીશ્વરે થાક અને આરામને વીસરાવી દીધાં હતાં. એમની નાડીમાં વીર યોદ્ધાને છાજતી સંગ્રામની ભાવના ધબકી રહી હતી. તીર્થયાત્રાનો નાદ શાંત બની ગયો હતો : રણયાત્રાનો નાદ ગંભીરપણે ગાજવા લાગ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy