SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષા જળભર્યું સરોવ૨ અસંખ્ય કમળોથી શોભી ઊઠે, અંધારભર્યું આકાશ મબલખ તારાઓથી ઝળહળી ઊઠે, તેમ વૈભવ અને વિલાસના રંગે રંગાયેલા જીવનપટમાં ત્યાગ અને સંયમનો કીમતી કસબ ભરાવા લાગ્યો હતો. અને એ કસબના ભરનારા હતા બે મહાકસબીઓ; બન્ને રાજકુમારો : એક હતા ભગવાન મહાવીર અને બીજા હતા ભગવાન બુદ્ધ ! ભારે અજબ હતો સમય એ ! એવા યાદગા૨ સમયની પચીસસો વર્ષ પહેલાંની આ કથા છે. મગધ દેશ ત્યારે ભારતવર્ષનો મુકુટમણિ લેખાતો. જળભરી મહાસરિતાઓ અને વિપુલ વનરાજિથી, સઘન પર્વતો અને વનોથી એ સમૃદ્ધ હતો. એનાં હરિયાળાં ખેતરો અને સૌરભભર્યા ઉદ્યાનો ભલભલાનાં મનને ભાવી જતાં. સરસ્વતી અને લક્ષ્મીનું એ સંગમસ્થાન બન્યો હતો. ૩ આવા રળિયામણા મગધદેશમાં ત્યારે મહારાજા શ્રેણિકનું રાજ્ય તપતું હતું. મગધદેશની રાજધાની રાજગૃહીને શણગારવામાં મહારાજાએ કશી વાતે ખામી નહોતી રહેવા દીધી. જાણે પોતાની લાડકવાયી પુત્રી ન હોય એટલી એ મહારાજાને મન પ્યારી હતી ! મગધની રાજધાની આ રાજગૃહી નગરી અને મગધના મહારાજા શ્રેણિકની ત્યારે દૂર દૂરના દેશ-વિદેશમાં ખ્યાતિ થયેલી હતી. એના વેપારની ચડતી કળા ભલભલા નગરને શરમાવે એવી હતી. દેશવિદેશમાં ફરીને નિરાશ થયેલા વેપારીઓ ત્યાં આવતા અને મનમાગ્યાં મૂલ મેળવીને ધનવાન થતા. રાજગૃહીમાં ત્યારે ધનના ઓઘ ઊભરાતા હતા. રાજગૃહીના વૈભવ-વિલાસોનો પણકશો પાર ન હતો ! સંસારસુખની અપાર સામગ્રી એ નગરીમાં ભરી પડી હતી. અને આટલું જ શા માટે ? જે નગરીમાં ધન, વૈભવ અને વિલાસના ઓઘ ઊભરાતા હતા તે નગરી તપ, ત્યાગ અને વૈરાગના રંગે રંગાવામાં પણ હવે તો જરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy