SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત — વિજયનું ! a se ――― આકર્ષણવિદ્યાનો પારગામી અંજનસિદ્ધ પુરુષ લાગે છે. એ સૌને નિહાળી શકે છે, એને કોઈ જોઈ શકતું નથી ! ભારે અજબ લાગે છે આ ચોર ! " રાજસભા વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. રાજાજી ચિંતામાં પડી ગયા. :: એમણે ચારેકોર આતુરતાભરી નજર ફેરવી આવી ભરી સભામાંથી કોઈક વીરનર આ ચોરને નાથવાનું બીડું ઉઠાવે ! પણ કોઈ આગળ આવ્યું નહિ ! સૌનાં મુખ નીચાં થઈ ગયાં ! આવું જીવતું જોખમ ખેડવા કોણ તૈયાર થાય ? આવો ભેદી સિદ્ધપુરુષ એના વિરોધી ઉપર ન માલૂમ કેવા ભયંકર પ્રયોગ કરે ! રાજા રામચંદ્રની નજર છેવટે અચલ ઉપર પડી જાણે એમણે એને આ સાહસનું મૂક આમંત્રણ આપ્યું ! અચલ સાચે જ અચલ હતો. પવનથી પહાડ ડગે તો મુસીબતથી એ પાછો પડે ! લીધું કામ ગમે તે ભોગે પાર પાડવું, એ એનું જીવનવ્રત હતું. એની ખ્યાતિ સહસ્ત્રમલ યોદ્ધાની હતી : એકલો હજાર યોદ્ધાને પહોંચી વળે અને જે કામ હજાર માનવી પાર ન પાડી શકે તે એ એકલો પાર પાડે. એ જેવો પરાક્રમી તેવો જ સ્વચ્છંદી હતો કોઈથી ગાંજ્યો ન જાય એવો ! ઝાઝું બોલતાં એને આવડતું ન હતું ; વિચાર ઝાઝો કરવા એ રોકાતો ન હતો ; લીધા કામને તરત પૂરું કરવું, એ એનો સ્વભાવ હતો. -- - Jain Education International 44 એણે ઊભા થઈને એટલું જ કહ્યું : મહારાજ, પંદર દિવસમાં એ ચોરને હાજર ન કરું તો અગ્નિપ્રવેશ કરીને હું મોતને ભેટું ! કાં ચોરને પ્રગટ કરું, કાં મારી કાયાને અદૃશ્ય કરું ! મને આજ્ઞા આપો !” છેવટે ભરી રાજાજીના મુખ ઉપર સંતોષ છાઈ રહ્યો રાજસભામાંથી એકાદ માડીજાયો વીર જાગ્યો ખરો ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy