________________
પ્રાયત્તિ
વિજયનું !
હિલોળા લેતા સુંદર સરોવરનું તળિયું જાણે કાણું થઈ ગયું હતું.
જળભર્યાં વિશાળ સરોવરનાં નિર્મળ નીર જાણે દિવસે દિવસે ઓછાં થતાં જતાં હતાં, છતાં એનું કારણ શોધ્યું જડતું ન હતું.
નિશ્ચયપુર નગરની સ્થિતિ ફૂટ્યા તળિયાના સરોવર જેવી બની ગઈ હતી. એની અઢળક સંપત્તિને ચોરીના ઉપદ્રવનો રાહુ આભડી ગયો હતો: દિવસ ઊગતો અને નગરમાં ક્યાંક ને ક્યાંક મોટી ચોરી થયાની બૂમ પડતી !
હીરા, માણેક, સોનું, રૂપું, ઘરેણાં-ગાંઠા અને રોકડનાણું લાખોના લેખે, પાતાળપ્રવેશની જેમ, ચૂપચાપ નગરમાંથી અદૃશ્ય થઈ જતું હતું, અને છતાં એનું કારણ શોધ્યું જડતું ન હતું !
ચોર જરૂર આવતો હતો એ વગર આટલું ધન ક્યાં ચાલ્યું જાય ? છતાં ન એનું કોઈ પગેરું મળતું હતું કે ન કોઈ સગડ સાંપડતા
હતા.
રોજ ચોરી અવશ્ય થતી હતી, છતાં ન પેટી-પટારા કે ટૂંક-તિજોરી તૂટ્યાનાં એંધાણ મળતાં, ન ખાતર પડ્યાનાં બાકોરાં દેખાતાં, ન બારી-બારણાંને કોઈ નુકસાન થયેલું જોવાતું જાણે કોઈ જાદુભરી સિફરતથી નગરની લક્ષ્મી લૂંટાતી હતી !
નગરરક્ષકો અને સિપાહીઓ અસહાય બની ગયા હતા ; એમની કોઈ હિકમત કામ આવતી ન હતી.
પ્રજાની પરેશાનિનો કોઈ પાર ન હતો.
..
છેવટે નગરનું મહાજન રાજા રામચંદ્રજી પાસે ફરિયાદે પહોંચ્યું. મહાજનના મોવડીએ વિજ્ઞપ્તિ કરી : મહારાજ, નગરમાં ભારે ગજબ થઈ ગયો છે. સંપત્તિની આવી ભેદી લૂંટ તો ન કદી સાંભળી છે કે ન ક્યારે ય દીઠી છે ! પ્રજાની પાયમાલીને અટકાવવા આ ચોરી તો અટકાવવી જ ઘટે. આ ચોરી કોઈ સામાન્ય માનવી નહીં પણ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only