________________
ભાંગ્યાનો ભેરુ I ૬૭
આપણને ખપ એનો જ ભગવાનને પણ ખપ ! ભગવાનને પણ શું કહીએ ? ”
અને જાણે કુમાર મૂળરાજની કરુણા સોગણી ફળી હોય એમ બીજું વર્ષ ખૂબ સારું નીવડ્યું.
વરસાદ એવો થયો કે ધરતી ધરાઈ ગઈ, પાક એવો થયો કે માનવી ધરાઈ ગયો. સૌને થયું કે જાણે દુકાળ પડ્યો જ ન હતો.
ખેડૂતો તો કુમાર મૂળરાજની દયાને સંભારતા અને એનાં વખાણ કરતા થાકતા જ નથી. એ તો કહેતા ફરે છે : સારા પ્રતાપ કુમાર મૂળરાજના !”
..
પછી તો ખેડૂતો હોંશે હોંશે ટોળે વળીને રાજા ભીમદેવ પાસે પહોંચ્યા અને એમને વિનંતી કરવા લાગ્યા ઃ ગયે વરસે આપે કૃપા કરી તો આ વરસે આટલી વધુ કૃપા કરો. ગયા વરસનું બાકી રહેલું અને આ વરસનું ચડેલું એમ બમણું મહેસૂલ લ્યો ! રાજાના ભંડારમાં હશે તો છેવટે એ પ્રજાને જ કામ લાગશે !”
44
પણ મહારાજા ભીમદેવ ન માન્યા. કુમાર મૂળરાજને આપેલું વરદાન પાછું કેમ ખેંચાય ? તો તો કુળની પ્રતિષ્ઠા અને વચન બન્ને જાય ! અને વચન જાય પછી પૈસો શા કામનો ?
એક બાજુ ખેડૂતો બમણો કર આપવાનો પોતાનો આગ્રહ છોડતા નથી; બીજી બાજુ રાજા ભીમદેવ બમણો કર લેવા કોઈ વાતે રાજી થતા નથી. ભારે પ્રેમનો કલહ જામી ગયો. દેવોને દુર્લભ એવો એ અવસર હતો .
છેવટે એ દ્રવ્યથી સૌને પ્રિય એવા કુમાર મૂળરાજના સ્મરણ નિમિત્તે એક દેવમંદિર ઊભું કરવામાં આવ્યું. અને શુભ દિવસે અને "શુભ મુહૂર્તે, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, એમાં દેવની પ્રતિમાની
પ્રતિષ્ઠા કરવામાં આવી.
એ દેવમંદિરની દેવપ્રતિમામાં ભાંગ્યાના ભેરુ કુમાર મૂળરાજની સ્મૃતિ અમર બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org