________________
કn રાગ અને વિરાગ દુષ્કાળને લીધે બિચારા કેવા બેહાલ બની ગયા છે ! એમને પોતાને ય ખાવાના અન્નનાં સાંસાં હોય ત્યાં એ રાજ્યનો કર શી રીતે ભરી શકે ? એમનું દુઃખ જોઉં છું ને અંતર વલોવાઈ જાય છે. પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું, એ તો રાજાનો પ્રથમ ધર્મ ! આપણે એ ધર્મનું પાલન કરીએ. ”
રાજા ભીમદેવ પળવાર તો સ્તબ્ધ બની ગયા અને પછી હર્ષભેર કુમાર મૂળરાજને ભેટી પડ્યા. એમની આંખો હર્ષના અમીથી ઊભરાઈ ગઈ.
એમને થયું ? આ તો માણસાઈનો સાદ ! જે સાદ હું ન સાંભળી શક્યો એ આ કુમારના હૈયામાં જાગી ગયો. આજે એણે મારા અંતરનાં પડ ઉઘાડી દીધાં ! કેવા કર્મી, ધર્મી અને કરુણાળુ કુમાર !
અને મહારાજા ભીમદેવે હર્ષાતિરેકમાં કહ્યું : “ કુમાર, એ વરદાન તો તને મળી જ ગયું ! પણ એથી તને પોતાને શું મળ્યું ? માટે બીજું વરદાન માગી લે !”
કુમારે કહ્યું : “મને તો સર્વસ્વ મળી ગયું, બાપુ ! પછી બીજું શું
માગું ? ”
અને આખી સભા કુમાર મૂળરાજની કરુણાને ભાવનાનાં આંસુનો અભિષેક કરી રહી.
પોતાનાં સૌંદર્ય અને સૌરભથી સહુનાં અંતરમાં વસી જનાર કમળ કંઈ લાંબુ આયુષ્ય લઈને આવતું નથી કે લાંબા જીવનના મોહમાં ફસાતું નથી. એ તો ટૂંક સમયમાં જ પોતાની જીવનલીલા સંકેલી લે છે.
કુમાર મૂળરાજનું પણ એમ જ થયું. સહુનો લાડકવાયો અને ભાંગ્યાનો સાચો ભેરુ કુમાર નાની ઉંમરમાં જ સ્વર્ગે સિધાવી ગયો !
રાજા-રાણીના દુઃખનો પાર ન રહ્યો. પ્રજા પણ શોકમગ્ન બની ગઈ. વજપાત થયો હોય એમ આખા રાજ્યમાં હાહાકાર વરતી ગયો !
આંસુ સારતા લોકોએ કહ્યું : “ આપણી મીઠી નજર કુમારને આભડી ગઈ ! આપણે એનાં આટલાં વખાણ ન કર્યો હોત તો ? ”
તો વળી કોઈકે કહ્યું : “ભાઈ, આ તો દુનિયા જ એવી છે ! જેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org