SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ચોપડાને જળશરણ કરો ! વિક્રમની તેરમી સદીના અંતનો અને ચૌદમી સદીના આરંભનો સમય હતો. ગુજરાતની તેમ જ દિલ્હીની રાજસત્તાના પાયા ડગમગવા લાગ્યા હતા. અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાએ કંઈકની સૂધબૂધ હરી લીધી હતી; કંઈકના જાન-માલ જોખમમાં મૂકી દીધા હતા. આતતાયીઓના આક્રમણને લીધે સંખ્યાબંધ દેવમંદિરો અને ધર્મતીર્થો ધરાશાયી બન્યાં હતાં. દેવમૂર્તિઓ ઉપર સર્વનાશ વ૨સવામાં કોઈ બાકી નહોતી રહી અને ધર્મશાસ્ત્રોના કેટલાય ભંડારો આગને શરણ થઈ ગયા હતા ! સમય જ જાણે ત્યારે ગોઝારો બની બેઠો હતો ! ૧૯ પણ ચોમેર સર્વનાશ વેરતા આવા પડતીના કાળમાં પણ માંડવગઢનું રાજ્ય બડભાગી હતું. એની વસતી અને જાહોજલાલી વધતી જતી હતી; અને એની સલામતીને પણ કોઈ પડકારી શકે એમ ન હતું. એવું શક્તિશાળી અને સમૃદ્ધિશાળી એ રાજ્ય હતું. માંડવગઢના મંત્રી પેથડશાહ ભારે અગમચેતી રાજપુરુષ હતા. એમણે રાજ્યના કોટકિલ્લા ફરી મદ્ભૂત કરાવી લીધા હતા, રાજ્યના અન્નભંડારો પૂરેપૂરા ભરાવી લીધા હતા અને, સંકટ આવી પડે તોપણ, પ્રજાજનોને જરા પણ મુસીબતમાં મુકાવું ન પડે એ માટે બધી તૈયારી કરી લીધી હતી. એ વિચક્ષણ રાજપુરુષની નજર ચોમેર ફરતી રહેતી હતી. અનીતિ કે અત્યાચારનું એ રાજ્યમાં કોઈ નામ રહ્યું નહોતું. કોઈ પ્રજાજન દીન કે દુઃખી રહેવા પામ્યો ન હતો. આખા રાજ્યની પ્રજાના અંતરમાં બંઘુભાવની પુનિત ભાગીરથી સદા વહેતી રહેતી. રાજ્યમાં નવો આવનાર પ્રજાજન પણ થોડા જ વખતમાં સુખી અને સમૃદ્ધિશાળી બની જતો. આટલી ઉમદા રાજ્યવ્યવસ્થા પેથડશાહે કરી હતી. મંત્રી પેથડશાહ પ્રજાના અંતરના અધિનાયક બની ગયા હતા. આટલી વિપુલ સત્તા, આટલી મોટી નામના અને આટલી અઢળક સંપત્તિ વચ્ચે પણ મંત્રી પોતાની ધર્મભાવનાને જરાય વીસર્યા ન હતા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy