SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પતન અને ઉત્થાન ૧૬૧ બેસાડીને જઈ રહ્યું છે; ભારે કુતૂહલ પ્રેરે એવું એ દૃશ્ય હતું. મંત્રીશ્વરે થોભીને પોતાના પરિચારકને પૂછ્યું : ભાઈ, આ બધી શી ધમાલ છે ?’ 44 39 પરિચારકે કહ્યું પ્રભુ ! આ તો આપે તીર્થનો વહીવટ સંભાળવા અને દેવધનનું રક્ષણ કરવા જે યતિને મોકલ્યા હતા, એ પાલખીમાં બેસીને જઈ રહ્યા છે ! ભારે ઠાઠ જમાવ્યો છે એમણે તો ! એમનો પ્રભાવ પણ ખૂબ છે ! આવો વૈભવ તો કોઈ મોટા રાજગુરુને ય ન મળે ! કેવા મોટા તિ ! સૌ એમનો જયજયકાર બોલાવે છે. !” બોલનારના મનમાં ભારે અહોભાવ ભર્યો હતો, પરંતુ વસ્તુપાળનું ધ્યાન એ તરફ હતું; એ તો કંઈ બીજું જ ચિંતવતા હતા. r એમનું મન જાણે એમને કહેતું હતું ઃ કેવા મોટા યતિ અને એમનું આ કેટલું મોટું પતન ! એક દોષને દૂર કરવા જતાં હું તો બે દોષનો ભાગીદાર બની ગયો : ત્યાગી ભોગી બની ગયા, અને દેવધનની દશા તો હતી એવી ને એવી જ રહી ! અને ભોળા ભદ્રિક લોકો અધર્મને ધર્મનો મહિમા માનવા લાગ્યા, એ વધારામાં ! રે ભગવાન ! આ તે કેવો દોષ ! મંત્રીશ્વરનો આત્મા કકળી ઊઠ્યો હતો, પણ સમય પારખીને એમણે પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. તરત જ પોતાના ચિત્તને સ્વસ્થ કરીને તેઓ પેલા યતિની પાલખી પાસે પહોંચી ગયા; અને મુનિને ખૂબ આદરભક્તિપૂર્વક વંદન કરી રહ્યા. પછી મંત્રીશ્વરે, મુખ ઉપર અણગમા કે તિરસ્કારનો જરાસરખો પણ ભાવ આવવા દીધા સિવાય, સાવ સહજ રીતે, યતિજીને કહ્યું : “આપ જે કામે જતા હો એ કામ પતાવીને પછી આપના સ્થાને પધારજો. આપણે તીર્થના વહીવટ સંબંધી કેટલીક વાત કરવી છે. મંત્રીશ્વર પોતાને ઉતારે ગયા. યતિ પોતાને માર્ગે ગયા. સૌએ માન્યું કે વાત આટલેથી જ પતી ગઈ. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy