________________
૧૬૦ Dરાગ અને વિરાગ
લ્યો એટલે બસ ! ઘેર ઘેર ભટકવાની શી જરૂર ?
"
વાત કરનાર ભારે મમતાળુ લાગ્યા. એમના બોલમાં કેવી ભક્તિ ભરી હતી ! આવી મમતા અને ભક્તિનો ઇન્કાર પણ શેં ભણી શકાય ? મુનિ તો પછી રસોડેથી જ ભોજન લેવા લાગ્યા. વાત કરનારા સ્વાદિષ્ટ ભોજનની સામગ્રી તૈયાર રાખવામાં જરા ય પાછા પડે એવા ન હતા !
ભૂમિ બરાબર લપસણી થઈ ચૂકી હતી. સંયમના ચઢાણને પાર કરવાનો પુરુષાર્થ કરતું મન, જાણે થાકી-હારીને, ભોગના ઢાળ તરફ દોડવા લાગ્યું હતું ! છતાં મુનિ તો માનતા રહ્યા કે બધું બરાબર ચાલે છે અને સંયમ-સાધનામાં કોઈ ખામી આવતી નથી !
પછી તો વાત એટલી આગળ વધી ગઈ કે મુનિને પગે ચાલવું મુશ્કેલ લાગવા લાગ્યું, અને તેઓ સુખપાલ (પાલખી)નો ઉપયોગ કરવા લાગ્યા ! ક્યારેક પાલખી વખતસર ન મળતી તો તેઓ રાતાપીળા થઈ જતા.
બગભગતોનું તીર બરાબર લાગી ચૂક્યું હતું : મુનિ ધીમે ધીમે ત્યાગનો માર્ગ ચૂકીને ભોગના માર્ગે સરકવા લાગ્યા હતા !
દેવદ્રવ્યના રક્ષણની તો હવે વાત જ શી કરવી જ્યાં મુનિના આત્મદ્રવ્યમાં જ આગ ચંપાઈ ગઈ હતી. ?
છતાં મુનિને એ વાતનું કશું દુઃખ ન હતું.
એ તો હજી ય માનતા હતા અને મનાવતા હતા કે મારો સંયમ અને મારો ત્યાગ અખંડ અને અબાધિત છે; એમાં કશી ક્ષતિ આવી નથી !
રે આત્મવંચના !
રે પરપંચના !
-
એક વાર મહામંત્રી વસ્તુપાળ તીર્થાધિરાજની યાત્રાએ ગયા હતા. યાત્રા કરીને તેઓ નગર તરફ જતા હતા. માર્ગમાં એમણે જોયું કે ૧૫-૨૦ માણસોનું ટોળું જયજયકાર પોકારતું કોઈ માનવીને પાલખીમાં
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only