________________
૩૨ ] રાગ અને વિરાગ
વિશાખદત્તે જમી લીધું અને રાત પડતાં આરામથી ત્યાં જ ઊંઘી ગયો.
બેસતો શિયાળો !
મધરાતે ટાઢ વાવા લાગી એટલે એણે ઓઢવાનું લેવા માટે પોતાના સામાન તરફ હાથ લંબાવ્યો; પણ ત્યાં તો કશું જ હાથ ન લાગ્યું. જાગીને એણે આસપાસ જોયું તો ન મળે કરિયાણાનું પોટલું અને ન મળે પોતાનો સામાન ! અને પેલા આશ્વાસન આપનાર પ્રવાસીઓ પણ ક્યાં ય અલોપ થઈ ગયા હતા ! એ આશ્વાસન મોઘું પડી ગયું : દરિદ્રની રહીસહી બધી પૂંજી હરાઈ ગઈ અને વિશાખદત્તને લલાટે ઉપર આભ અને નીચે ધરતી બાકી રહ્યાં.
પણ હવે રુદન કર્યું, હિંમત હાર્યું કે નિરાશ થયે ચાલે એમ ન હતું. એણે પોતાના મનને સાબદું કર્યું અને જેમ તેમ કરીને એ વજકર નગર પહોંચી ગયો.
ત્યાં એણે હીરાની ખાણ ખોદવાનું કામ શરૂ કર્યું. હજુ ભાગ્યદેવને પ્રસન્ન થવાને વાર હતી. એટલે કામ ઉપર ધ્યાન આપવામાં આખો દિવસ વીતાવવા છતાં એને માંડ પેટપૂરતું મળી રહેતું.
ક્યારેક મન ઢીલું પડતું તો એ એને સમજાવતો : “ અત્યારે ખાવા અને રહેવાનું મળી રહે છે એ પણ શું ઓછું છે ? આજે આટલો માર્ગ મળ્યો છે, તો આગળ વળી ક્યારેક કિસ્મત યારી નહીં આપે એમ શા માટે માનવું ? '
અને એનો આશાતંતુ ઢીલો ન પડ્યો. એણે પોતાનો પુરુષાર્થ વણથંભ્યો ચાલુ રાખ્યો.
વજકર નગરની હીરાની ખાણોની નજીકમાં એક બાવાજી રહે. એમનું નામ દિવાકર. લોકો એમને યોગી તરીકે ઓળખતા. રાની પરખમાં અને ખાણોમાંથી હીરા શોધી કાઢવાની વિદ્યામાં એ યોગી નિપુણ લેખાતા. એ બાબતમાં ઘણી એમની સલાહ લેવા પણ આવતા.
વિશાખદત્તને ધીમે ધીમે યોગી દિવાકરનો પરિચય થવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org