________________
હીરાની ખાણ [ ૩૧ ભોજન અને આરામ, રાત પડે ત્યારે કોઈ ગામને ગોંદરે ધર્મનું ચિંતન કરતાં નિદ્રા – આ રીતે વિશાખદત્તનો પ્રવાસ ધીમે ધીમે આગળ વધતો હતો. ચાલતાં ચાલતાં એને કેટલાક પ્રવાસીઓનો ભેટો થઈ ગયો.
એક દિવસની વાત છે. સૂર્ય મધ્યાહ્ન વટાવી ચૂક્યો હતો. ભોજનની વેળા વીતી ગઈ હતી, પેટનો અગ્નિ ઈધનની રાહ જોઈ રહ્યો હતો.
એક ગામને સીમાડે, વિશાળ વૃક્ષની શીળી છાયામાં, વિશાખદત્ત ખાવાની તૈયારી કરવા લાગ્યો. એના સાથીઓએ તો ક્યારનું પેટને ભાડું આપી દીધું હતું.
સામે ભોજનની સામગ્રી તૈયાર પડી હતી અને વિશાખદત્ત કોઈ ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને થયું. “કેવો આ પ્રવાસ અને કેવી આ ધનલોલુપતા ! કેવળ ચાલ ચાલ જ કરવાનું ! ન ઈષ્ટદેવનું પૂજન, ન ગુરુનું દર્શન, ન ધર્મનું પાલન ! અને ન કોઈ સંતસાધુ કે અતિથિ અભ્યાગતને ભિક્ષા આપવાની ! વખત થાય અને પશુ-પંખીની પેઠે એકલા એકલા પેટ ભરી લેવાનું ! આજીવિકા અને ધન માટેના આવા ને આવા રઝળપાટમાં ક્યાંક આ જીંદગી હારી ન બેસાય !'
ખાવાનું ખાવાના ઠેકાણે પડ્યું રહ્યું અને વિશાખદત્ત જાણે પોતાના વિચારોને વાગોળવામાં જ રોકાઈ ગયો. ખાવું એને જાણે આજે હરામ થઈ પડ્યું. એ તો પૂતળા જેવો સ્તબ્ધ બનીને બેસી જ રહ્યો.
પ્રવાસીઓ તો જોઈ જ રહ્યા : અરે, આ વિશાખદત્તને આજે શું થયું છે ? આવી વાત બીજાને કહ્યું પણ શું વળે ? પણ આમ ને આમ જિંદગી હારી જવાના વિચારે એની આંખોને આંસુભીની બનાવી દીધી.
સાથીઓએ બહુ બહુ આશ્વાસન આપ્યું અને વારંવાર પૂછ્યું ત્યારે વિશાખદત્તે એમને પોતાના મનની વાત કરી. '
પ્રવાસીઓ બોલ્યા : “ ભાઈ, આ પ્રવાસ કંઈ થોડો જ આપણો આનંદ-પ્રવાસ છે ? અને આપણે બે ટંક ખાઈએ છીએ એ કાંઈ થોડું જ સ્વાદ માણવા કે મોજ ઉડાડવા ખાઈએ છીએ ? આ તો ભાઈ, દેહને દાપું આપવાની જ વાત છે. માટે શાંત થાઓ અને થોડુંક ખાઈ લો. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org