________________
૩૦રાગ અને વિરાગ શેઠની ભરી ભરી રહેતી હવેલી હવે ખાલી ખાલી રહેવા લાગી. રડ્યાખડ્યો લેણદાર આવે તો આવે, નહીં તો કોઈ કાગડો ય ફરકે નહીં એવો સૂનકાર વ્યાપી રહ્યો !
શેઠ એના એ હતા, એમની અક્કલ-હોંશિયારી, કુનેહ-કાબેલિયત અને ધર્મપરાયણતા પણ એનાં એજદ હતાંપણ લક્ષ્મીદેવી રિસાઈ ગયાં હતાં ને ! વસુ વિના નર પશુ !
- ધનની પૂજક દુનિયાએ ત્યાં ધન ન જોયું અને જાણે પોતાની પીઠ ફેરવી લીધી !
- વિશાખદત્ત વિચારે છે : “ જ્યાં સ્વજનો છે, સ્નેહીજનો છે, જ્યાં પાંચમાં પ્રતિષ્ઠા મેળવી છે અને જ્યાં સુખસાહેબી માણી છે, ત્યાં હવે ધનહીન બનીને રહેવું ઉચિત નથી. પરિશ્રમને માર્ગે ભાગ્યની અજમાયશ કરવાનું પણ અહીં ન ફાવે; લોકલાજ અને જૂની આબરૂ આડે આવે અને આપણો પુરુષાર્થ ઢીલો પડી જાય. સર્યું અત્યારે વતનમાં વસવાથી ! સંપત્તિ જ જો ચાલી ગઈ, તો પછી સુખસાહ્યબી અને કુટુંબકબીલો કેવો ! ભલો પરદેશ અને ભલો આપણો પુરુષાર્થ !
શેઠે થોડોઘણો પૈસો ભેગો કર્યો. એનાથી કુટુંબની આજીવિકાની થોડીક ગોઠવણ કરી અને થોડુંક કરિયાણું ખરીદ કર્યું. અને એક દિવસ એ પોતાનાં ખડિયા-પોટલાં લઈને ઊપડી ગયા પરદેશ તરફ.
વજકર નગરની નામના ત્યારે ખૂબ હતી. જે ત્યાં જઈ મહેનત આદરે એના ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન થયા વિના ન રહે એવી એની શાખા અને એવું એનું નામ એવા જ એના ગુણ. વજકર નગર સાચે જ વજના આકારનું ( હીરાની ખાણોવાળું ) નગર હતું. એના સીમાડામાં હીરાની ઘણી ખાણો હતી. અનેક પુરુષાર્થી માનવીઓ ત્યાં જઈને હીરા ખોદવાના હુન્નરમાં પોતાના ભાગ્યની અજમાયશ કરતા.
વિશાખદને વજકર નગર તરફ પ્રયાણ આદર્યું. આશા એમના માર્ગમાં ઉત્સાહનાં ફૂલ વેરી રહી.
વખત મળે અને ઉત્સાહ જાગે ત્યારે પ્રવાસ, જરૂર જણાય ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org