________________
હીરાની ખાણ
અલકાપુરી સમી કોસંબી નગરી ભારે વૈભવશાળી નગરી હતી. એની સમૃદ્ધિ અને ધર્મભાવના આદર્શ લેખાતી. વેપારવણજ અને હુન્નર ઉદ્યોગમાં પણ એ નગરી બહુ પંકાયેલી હતી.
એ નગરીમાં એક શ્રેષ્ઠી રહે. વિશાખદત્ત એમનું નામ. જેવા કર્મો શૂરા એવા જ ધર્મો પૂરા. એમની સંપત્તિ બહોળી, શાખ જબરી અને દેશપરદેશમાં એમનો વેપાર ચાલ્યા જ કરે. જ્યાં જુઓ ત્યાં એમના નામ પર ફૂલ મુકાય.
દેવદર્શન, ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને ધર્મપાલનમાં પણ એ એટલા જ ચુસ્ત. બધું ચૂકે પણ ધર્મ તો વીસરે જ નહીં. ધર્મથી જ સૌ સારાં વાનાં થાય, એવી એમની દૃઢ શ્રદ્ધા. અહિંસા, પ્રાણીદયા અને પ્રભુવચન તો જાણે એમને પ્રાણથી પણ પ્યારાં. એ માટે એ હંમેશાં જાગરૂક રહે,
જેવો શેઠનો વ્યાપાર-વ્યવહાર સારો ચાલતો, એવો જ એમનો સંસાર-વ્યવહાર પણ સુખપૂર્વક ચાલ્યા કરતો, કુટુંબમાં, નાતમાં અને ગામમાં એમની આમન્યા પળાતી. પાંચમાં એમનું પૂછશું રહેતું. પંચમાં એમનું સ્થાન હતું. સૌ કોઈ શાણી સલાહ લેવા શેઠ વિશાખદત્તની પાસે આવતું.
કાળ કાળનું કામ કરતો હતો. એને મન તો કોણ સુખી અને કોણ દુઃખી, કોણ ધનપતિ અને કોણ ધનહીન – બધાં સરખાં. એનું ચક્ર ફરે અને કોઈ કુબેરભંડારી બની જાય તો કોઈ ભિખારીમાં ફેરવાઈ જાય ! સમયના વારાફેરા તો હમેશાં આવા જ રહ્યા છે. ઊગ્યા તે આથમે, આથમ્યા તે ફરી ઊગે !
શ્રેષ્ઠી વિશાખદત્તનો વખત પલટાયો, અને સૂરજ આથમ્ય દિવસ આથમી જાય એમ એમનું ભાગ્ય આથમ્યું અને એમની લક્ષ્મી માં ફેરવી ગઈ. ધનપતિ વિશાખદત્ત જોતજોતામાં ધનહીન બની ગયા.
લક્ષ્મી ગઈ તો ગઈ, પણ સાથે જાણે પ્રતિષ્ઠાને પણ ખેંચતી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org