SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત – વિજયનું ! [ ૭૧ અને મહાપિશાચ જેવા એ નરની પાસે જઈને એણે કહ્યું : અઘોરીરાજ, આપ કહો તો આ કાયા આપને ચરણે ભેટ ધરી દઉં, જે ફરમાવો તે કરું, પણ મારું એક કામ કરી આપો . " વાઘ-વરુના જેવી બિહામણી આંખો ચમકાવતા એ માણસે કહ્યું : “ રે અભાગિયા માનવી ! તું અહીં ક્યાં આવી ચડ્યો ? નરમાંસ એ તો મારો ઉત્તમ આહાર છે. એ મળે એ દિવસ મારો ઉત્સવનો દિવસ બની જાય છે !” એનાં નેત્રો ચિતાના અંગારાની જેમ ઝગી રહ્યાં. જોનાર દાઝી જાય એવો આતાપ એ નેત્રોમાં ઊભરાતો હતો, એ આતાપે કંઈક વિકરાળ પશુઓને રાંક બનાવી દીધાં હતાં – જાણે સાક્ષત્ યમરાજ જ સામે ઊભો હતો. પણ અચલ એથી જરાય પાછો ન પડ્યો. એણે લાગણીભર્યા સ્વરે સ્વસ્થતાથી કહ્યું “ જીવન અને મૃત્યુ બેય મારે મન સમાન છે. લીધું કામ પાર પાડતાં અને પ્રતિજ્ઞાનું ગૌરવ સાચવતાં જો મરણ આવ્યું તો એ પણ જીવન કરતાં વિશેષ છે. અને ગૌરવભ્રષ્ટ થઈને જીવવું એ તો મોત કરતાં પણ બદતર છે. મારો દેહ આપને સોંપું છું. એનું ભક્ષણ કરવું હોય તો ભક્ષણ કરો , રક્ષણ કરવું હોય તો રક્ષણ કરો , પણ મને મારી કાર્યસિદ્ધિનો માર્ગ બતાવો. નહીં તો મોત તો છેવટનો સહારો છે જ !” અઘોરી ખડખડાટ હસી પડ્યો. એ બિહામણા અટ્ટહાસ્યના પડઘા સ્મશાનની નીરવ શાંતિને જાણે ભાલા ભોંકી રહ્યા ! એણે કહ્યું : “હું તને જીવતો ખાઈ જઈશ ! તારી કાયાના ટુકડા કરી આ ચિતામાં ભૂંજીને એની મહેફિલ ઉડાવીશ ! જાણે છે રે, માર્ગભૂલ્યા માનવી , હું કોણ ? ” અચલ તો અચલ જ રહ્યો. એણે કહ્યું : “હું તો મારો દેહ આપને અર્પણ કરી ચૂક્યો, પછી મારે શી ચિંતા ? એને ચાહે તે કષ્ટ આપો, હું એક અરેકારો પણ કરું તો મને ફટ કહેજો !” અઘોરી પ્રસન્ન થઈ ગયો : “ શાબાશ રે નરબંકા ! તારા જેવો વીર નર આજે જ જોયો ! હું તારા પર પ્રસન્ન છું બોલ, તારું શું કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy