SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાત્ત૨૨૯ ભક્તિ અને દીનતા જાણે સામસામે આવીને ઊભાં એકબીજાનો પરાજય કરવા ! પણ ભક્તિનું પૂર આવી દુન્યવી દીનતાથી કદી રોકી શકાયું નથી. ક્ષણભરમાં પોતાની દીનતાનો ખ્યાલ એ મહિયારીના હૈયામાંથી સરી ગયો. ભક્તિની ખુમારીએ એના હૈયામાં હામ ભરી દીધી. ભિક્ષુઓ તરફ જોઈને તે બોલી ઊઠી : .. પ્રભુ, આજે મુજ રાંકનું ભાગ્ય ઊઘડી ગયું ! મારે મન તો આજે વણમાગ્યા મેઘ વરસ્યા અને વણકાળે સહકાર ફળ્યો. આપ જેવા ત્યાગી ભિક્ષુઓની સેવાનો અવસર ક્યાંથી મળે ? આજ તો મારે સોનાનો સૂરજ ઊગ્યો લાગે છે, કે આપનાં દર્શન થયાં. ભગવાને આટલી કૃપા કરી છે તો હવે આપ મુજ ગરીબની આટલી ભેટ સ્વીકારી મને કૃતાર્થ કરો!” -M અને તેણે દહીંનું ભાજન માથેથી ઉતારી ભિક્ષુઓના ચરણ આગળ ધરી દીધું. બન્ને તપસ્વીઓ જોઈ રહ્યા ! શાલિભદ્ર મુનિની મૂંઝવણનો પાર ન રહ્યો. તેમને થયું ઃ ક્યાં ભદ્રામાતાના ઘેરથી ખાલી હાથે પાછા ફરવું, ક્યાં આજે માતા પાસેથી ભિક્ષા મળવાનું પ્રભુએ કહેલું વચન, અને ક્યાં વનવગડામાં વિનતિ કરતી આ ભક્તિભીની ગોવાળણ ! આ બધાનો મેળ કેમ કરી બેસે ? થોડી પળો મૌનમાં વીતી અને ફરી એમને વિચાર આવ્યો : પણ . સાધુને જો નિર્દોષ આહાર મળતો હોય તો તે ગમે ત્યાંથી પણ લેવામાં શી હરકત ? વળી આવી નિર્મળ ભક્તિનો ઇન્કાર પણ શી રીતે થઈ શકે ? સંયમને તો શુદ્ધતાની જ ખેવના હોય ! એને વ્યક્તિ સાથે શી લેવાદેવા ? શાલિભદ્ર મુનિ ફરી પાછા વિચારમગ્ન બની ગયા. પણ તરત જ તેમની મૂંઝવણ ઓસરી ગઈ. તેમણે વિચાર્યું : પ્રભુએ તો આજે માતા પાસેથી આહાર મળશે એટલી જ વાત કરી છે, પણ નિર્દોષ આહાર મળતો હોય તો તે લેવાનો ઇન્કાર ક્યાં કર્યો છે ? Jain Education International ૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy