________________
મહાકવિ ઘનપાલ [ ૧૭૩ ગાજતું વાતાવરણ પણ ગંભીરતાથી ભાર-બજવાળું બની ગયું.
કવિની સરસ્વતી આજે કોઈ બંધન સ્વીકારવા તૈયાર ન હતી. કવિની વાણી કરૂણારૂપે વહેવા લાગી : “રાજનું, બિચારો નિર્દોષ શૂકર ! એણે આપનું શું બગાડ્યું હતું ? શું આપનું શૌર્ય અને પરાક્રમ આટલા માટે જ છે ? આવા ગોઝારા પરાક્રમની પ્રશંસા શી રીતે થઈ શકે ? જે પરાક્રમ નિર્દોષનો સંહાર નહીં પણ એનું રક્ષણ કરે એ જ સાચું પરાક્રમ ! મહારાજ, આપના શૌર્યને, આપની સરસ્વતી-પ્રીતિને અને આપની ધર્મશક્તિને આવી ક્રૂરતા ન શોભે ! કવિતા તો કરુણાની રચવાની હોય, કૂરતટની નહિ ? આજે આપ કરુણાનો કલ્યાણ માર્ગ ચૂકી ગયા છો ! વળી રાજનીતિ પણ નિર્દોષના રક્ષણથી જ શોભે છે. રાજનું, રક્ષક જ જો ભક્ષક બને તો પછી જગતને ઊગરવાનો આરો જ
ક્યાં રહે ? જો અંતરમાંથી હિંસા-અહિંસાનો વિવેક વિસરાઈ જાય અને શિકારના આનંદને નામે પણ જો અંતરમાં નિષ્કર્ણાને સ્થાન મળી જાય, તો એનાં કડવાં ફળ ક્યારેક સમસ્ત પ્રજાને પણ ભોગવવાનો અવસર આવે ! ક્રૂરતા તરફ વળેલું અંતર કરુણાનો માર્ગ તજે તો એને કોણ રોકી શકે ? માટે રાજનું, આપના, આપની પ્રજાના અને સૌ કોઈના ભલા ખાતર આપના અંતરને કરુણાની સૌરભથી એવું સુવાસિત કરો કે એમાંથી ક્રૂરતાની દુર્ગધમાત્ર દૂર થઈ જાય ! આ જ સાચો ધર્મ છે, અને આ જ સાચી માણસાઈ છે.”
કવિ બોલતા બંધ થયા, પણ એમની વેદનાભરી વાણીના પડઘા સૌનાં અંતરમાં ગાજી રહ્યા.
રાજા ભોજનો શિકારનો આનંદ તે દિવસે ખારો થઈ ગયો.
કવિ ધનપાલ ક્યારેક ક્યારેક આ રીતે ભારે કડવી વાત કહી દેતા, પણ રાજા ભોજ જાણતા હતા કે એ કડવાશ અંતરની કડવાશ ન હતી; એ તો ઓસડના જેવી ઉપકાર કડવાશ હતી. અને એમનો મૈત્રીનો તાર અખંડ રહેતો.
એક દિવસ કવિ અને રાજા કથાવિનોદ કરી રહ્યા હતા. વાતોમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org