SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬] રાગ અને વિરાગ માત્ર એમાંથી મનગમતો ઘાટ ઘડાવાની જ પ્રતીક્ષા હતી. અને એ પ્રતીક્ષામાં કાળદેવતાની ઘડીમાંથી રેતી સર્યે જતી હતી. એક દિવસની વાત છે. ગ્રીષ્મઋતુ પોતાનો પ્રતાપ વરસાવી રહી છે. મધ્યાહે ચડેલા સૂર્યનાં કિરણો રાજગૃહીના માર્ગને ધખાવી રહ્યાં હતાં. ઊંચે સૂર્યની ગરમી અને નીચે બળબળતી ધરતી ! ચારે તરફ ગરમીનું સામ્રાજ્ય પ્રસર્યું હતું ! રાજગૃહીનો રાજમાર્ગ વેરાન જેવો લાગતો હતો ! બળબળતા બપોરથી બચવા સૌ કોઈ વિશ્રાન્તિમાં પડ્યા હતા. આ સૂના રાજમાર્ગ ઉપર અત્યારે બે ભિક્ષુઓ ચાલ્યા જતા હતા. ઉઘાડું માથું અને અડવાણા પગ, ધોમધખતી ધરતી અને અગ્નિ વરસાવતો સૂરજ ! કેવો અજબ મેળ ! પણ એ ભિક્ષુઓને એની કશી પીડા ન હતી ! એ તો પોતાના માર્ગે ચાલ્યા જતા હતા - નિર્દોષ ભિક્ષાની શોધમાં – આગળ ને આગળ ! એ હતા ધન્ના અણગાર અને શાલિભદ્ર મુનિ. વિરોની પાસે રહીને બાર બાર વર્ષ લગી ઉગ્ર તપશ્ચરણ ક્ય પછી, તેઓ આજે પ્રભુ મહાવીર પાસે રાજગૃહીમાં આવ્યા હતા. જાણે રળવા ગયેલા દીકરા પોતાની વળતરનો હિસાબ આપવા ઘેર આવ્યા ! પ્રભુનાં દર્શન કરી તેઓ પરમ આનંદ પામ્યા. આજે એ બન્ને મુનિવરોને મહિનાના ઉપવાસનું પારણું હતું. જ્યારે તેઓ ભિક્ષા માટે નગરમાં જવા લાગ્યા ત્યારે પરમાત્મા મહાવીરદેવે શાલિભદ્ર મુનિને કહ્યું હતું : “ મહાનુભાવ ! આજે તમારું પારણું તમારી માતાએ વહોરાવેલ ખાદ્યથી થશે !” અને પ્રભુનું આ કથન સાંભળીને, પોતાના અલ્પ જ્ઞાનથી એનું રહસ્ય ન સમજી શકવાથી, તે બન્ને મુનિઓ શાળીભદ્ર મુનિના પ્રાસાદ તરફ, ભદ્રામાતા પાસેથી ભિક્ષા લેવા જઈ રહ્યા હતા. રાજગૃહીના શાંતમાગ વીંધીને તેઓ આગળ વધ્યા. આવા બળબળતા મધ્યાલે ફરતા આ ભિક્ષુઓ તરફ કોઈ કોઈ માનવી જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy