SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષા ૨૨૫ અનેક તસ્કરો વચ્ચે રહેતા આત્માને પણ રખેવાળાં જોઈએ જ ને ! આત્મભાન મેળવવું જેટલું મુશ્કેલ છે તેના કરતાં મેળવેલું આત્મભાન જાળવી રાખવું વધુ કઠિન છે. એના માટે તો સતત જાગૃતિ જ જોઈએ. ધન્ના અણગાર અને શાલીભદ્ર મુનિએ મેળવેલી આત્મપ્રીતિ ચોરાઈ ન જાય – એમાં વધારે થાય – એ જોવાનું કામ સ્થવિરોનું હતું. અને ગઈ કાલ સુધી અણવિશ્વાસથી ભરેલા એના એ જ જગતે જોયું કે, એક કાળે વૈભવમાં ખૂંતી ગયેલા એ બે પ્રબળ આત્માઓ માટે અત્યારે સંયમની સાધનામાં કશુંય અશક્ય ન હતું ! એવી બધી અશક્તિઓ તો તેમણે ક્યારની ખંખેરી નાખી હિતી. દીક્ષા પછી ધન્નાશા અને શાળીભદ્ર મુનિ ત્યાગ, તપ અને સંયમમાં ખૂબ આગળ વધવા લાગ્યા. આત્મજ્ઞાન મેળવવાની તેમની લગની અજબ હતી. તેઓ પોતાની જાતને ભૂલી ગયા હતા ! મુક્તાફળનો આશક, મરજીવો બનીને સાગરના પેટાળમાં સમાઈ ગયો. તેમની ઉગ્ર તપસ્યા ભલભલાને કંપાવે તેવી હતી ! તેમનું એકાગ્ર ધ્યાન આત્મયોગીને છાજે તેવું હતું ! રાત-દિવસ આત્માને ઓળખવા મથ્યા કરવું એ જ એમનું કામ હતું ! આમ સ્થવિરોની છત્રછાયામાં તેમણે બાર વર્ષની આકરી તપસ્યા અને ધ્યાનથી આત્મસાધના કરી. સંસારમાં દોલતમંદ ગણાતા એ બે મહાત્માઓ આત્મઋદ્ધિમાં પણ માલામાલ બનવા લાગ્યા હતા. સંપત્તિ તો એની એ જ હતી – એટલી ને એટલી જ હતી, માત્ર એનો પ્રકાર બદલાયો હતો ઃ એક નરી નજરે દેખાય એવી હતી, બીજીને જોવા માટે અંતરનાં અજવાળાં જોઈતાં હતાં ! ઉગ્ર ત્યાગ, આકરી તપસ્યા અને સતત પાદવિહારે એમની સુકોમળ કાયાની થાય તેટલી કસોટી કરી, પણ આત્મશુદ્ધિની ભાવનાના બળે એ કસોટી એમને જરા પણ વિચલિત ન બનાવી શકી. સાચું કુંદન એ કસોટીએ ચડીને વધુ સાચું ઠરી ચૂક્યું હતું, હવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy