SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની થોડીક પ્રસાદી [ ૨૪૯ મુશ્કેલ હોય છે. ધીમે ધીમે બીજા રાજાઓ લવણપ્રસાદની મદદમાંથી ખસી ગયા. ખુદ ભરૂચનો રાજા શંખ પણ એમની વિરુદ્ધ થઈ ગયો, અને એમની આવી નાજુક સ્થિતિનો ઉપયોગ પોતાના લાભમાં કઈ રીતે કરી લેવાય તેની યુક્તિ વિચારવા લાગ્યો ! તેણે એક દિવસ એક દૂતને ખંભાત વસ્તુપાળ આગળ મોકલ્યો. દૂતે વસ્તુપાળને રાજા શંખનો સંદેશો સંભળાવ્યો કે, “લવણપ્રસાદ જેવા એક માંડલિકના અમાત્ય રહીને તમે ખંભાત જેવા એકાદ સૂબાના ઉપરી રહો તે તમારી આટલી અસાધારણ શક્તિને માટે શોભારૂપ નથી. તમે એ માંડલિક રાજાને મૂકીને અમારું વર્ચસ્વ સ્વીકારશો અને ખંભાત અમારે સ્વાધીન કરશો, તો તમારો દરજ્જો વધારવામાં આવશે અને એક આખા મુલકનું પ્રધાનપદું પણ તમને મળશે. આ ઉપરાંત તમને અનેક જાતનો અંગત લાભ થશે તે તો જુદું ! વળી અમે કોઈ પણ ભોગે ખંભાત સર કરવાના તો છીએ જ, તો અમારા જેવા ક્ષત્રિયોનો સામનો તમારા જેવા પોચા દિલના વાણિયા શું કરી શકવાના હતા ? માટે પવન જોઈને સુકાન ફેરવવાનું ડહાપણ જરૂર દાખવશો !” શંખની ધારણા હતી કે લાલચથી નહીં તો છેવટે ધમકીથી તો આ વાણિયો જરૂર પોતાના હાથમાં આવી જશે ! પણ એની એ ધારણા સાચી ન હતી. તેને ખબર ન હતી કે જેને તે ઠંડી રાખ સમજતો હતો, તેની નીચે તો ભારેલા ધગધગતા અંગારા રહેલા હતા, જે એક વખત તેને પોતાને જ ભસ્મીભૂત કરી શકે ! વસ્તુપાળે ઠંડે પેટે જવાબ મોકલ્યો : “પૈસા કે અધિકારના લોભે લોભાઈ જનાર માનવી ક્યારેય અમાત્યપઠું ન ભોગવી શકે ! અમે તો રાજનિષ્ઠાની ખાતર માથું હાથમાં લઈને ફરનારા રાજભક્ત છીએ ! માથું સલામત હોય ત્યાં લગી અમારી નિષ્ઠા ફરી ન શકે ! રણમેદાનમાં ખાંડાના ખેલ ખેલીને અમારો મુલક સર કરવો હોય તો જરૂર પધારશો ! તો તમારું સ્વાગત કરવામાં આ વાણિયો પણ કોઈ રીતે પાછો નહીં પડે એની ખાતરી રાખશો ! કોના હાથ બળિયા છે તેની પરીક્ષા તો રણમેદાનમાં જ થઈ શકે ! બાકી માગણની માફક કોઈનો આપ્યો મુલક અમે ભોગવતા નથી, પણ ખાંડાના ખેલ ખેલીને માથા સાટે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy