________________
હીરાની ખાણ ` ૩૭
બધું જ વીસરી ગયો ? ના, ના, આવું પાપનું ધન મારે ન ખંપે ! સર્યું આવા ધનથી ! ભલો હું અને ભલી મારી રિદ્રતા !'
અને એ દોડીને એકીશ્વાસે
જાણે પાછળ કોઈ પ્રેત પડ્યું હોય એમ મંદિરની બહાર નીકળી ગયો. પછી યોગી પાસે આવીને પોતાના મનની વાત એણે કહી સંભળાવી :
-
દિવાકરજી, તમે યોગી થઈને મને આવે માર્ગે લઈ આવ્યા ? આવો અધર્મ તમે મારે હાથે આચરાવવા ઇચ્છો છો ? પણ એમાં તમારો શો દોષ ? લોભિયા હોય ત્યાં ધુતારા ધૂતી જાય તો એમાં ધુતારાનો શો વાંક કાઢવો ? મારા લોભે જ મને કુમતિ સુઝાડી અને કુમાર્ગે દોર્યો ! પાંચ કરોડ સોનૈયા કંઈ રસ્તામાં રઝળતા પડ્યા ન હોય, એટલું ય હું ન સમજી શક્યો ! લોભે મારી બુદ્ધિને જ બહેરી બનાવી દીધી હતી. પણ હવે મારા ધર્મે મને માર્ગ બતાવી દીધો છે. તમે તમારા માર્ગે જાઓ અને મને મારે માર્ગે જવા દો. આપણા માર્ગ હવે કાયમને માટે જુદા પડે છે.
+9
64
પળવાર તો યોગી આ સાંભળી રહ્યો; પણ એ હવે આવી વાતો માટે તૈયાર ન હતો. પોતાના શિકારને આમ છટકી જતો જોઈને એ રાતોપીળો થઈ ગયો.
મૂળ વાત આમ હતીઃ યોગીનો સ્વાંગ સજીને ફરતા એ બાવાજી દિવાકરને કાત્યાયની ચંડિકા દેવીને એક નરબલ ચઢાવવાની પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞા પૂરી કેવી રીતે થાય એની એ હમેશાં ચિંતા કર્યા કરતા. એવામાં એમને આ ભલો-ભોળો શેઠ ભેટી ગયો. એટલે એ પોતાનું કામ પૂરું કર્યા વગર એને છોડે એમ ન હતો. આવો બત્રીશલક્ષણો નર બીજે ક્યાં મળવાનો હતો ?
એણે આંખોને લાલચોળ કરીને અને ચહેરાને વિકરાળ બનાવીને બિહામણે સ્વરે વિશાખદત્તને કહ્યું :
“ બેટમજી, પાંચ કરોડ સોનૈયા એમ રસ્તામાં થોડા પડ્યા હતા કે ચાલી નીકળ્યા'તા ઉપાડી લેવા ? માથું આપે એ માલ જમે. હવે તો તમારું માથું વધેરીને કાત્યાયની ચંડિકાના ચરણોમાં મૂક્યે જ છૂટકો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org