________________
૫૪ –રાગ અને વિરાગ
ભગવાન, અમારા કુળ ઉપરથી ચોરપણાનું આ કલંક દૂર કરો !
એક દિવસ યોગરાજનો મોટો દીકરો ક્ષેમરાજ પિતાની પાસે આવ્યો. એની સાથે એના બે નાના ભાઈઓ હતા.
ક્ષેમરાજે પિતાને કહ્યું : બાપુ, કોઈક પરદેશી રાજાના વહાણ દરિયાના તોફાનમાં સપડાઈ ગયાં છે અને સોમનાથ પાટણના દરિયામાં નાંગર્યાં છે. સોમનાથનો દરિયો તો આપણા રાજ્યની સરહદ ગણાય; આપણી રજા વગર એમાં કોઈ ન આવી શકે અને આવે તો એને શિક્ષા કરવાનો આપણો અધિકાર.'
યોગરાજ મન દઈને વાત સાંભળી રહ્યા. એમને એમ હતું કે આ પરદેશી વહાણો પાસેથી કંઈક દંડ વસૂલ કરવાની વાત હશે.
ક્ષેમરાજે વાત આગળ ચલાવી : બાપુ, આપણ ગુપ્તચરો ખબર લાવ્યા છે કે એ વહાણોમાં દસ હજાર જેટલા ઊંચી જાતના તોખારો ( ઘોડાઓ), અઢાર ગજરાજો અને કરોડો રૂપિયાનો માલ ભર્યો છે.
64
પણ પછીની વાત કરતાં જાણે જીભ ઊપડતી ન હોય એમ એ થોડી વાર ચૂપ રહ્યો.
પણ જાણે આગળની વાતનો વળાંક પામી ગયા હોય એમ યોગરાજના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસી આવી. અને હવે શું વાત આવે છે એ સાંભળવા એ અધીરા બની ગયા. એમણે ક્ષેમરાજને પોતાની વાત પૂરી કરવા ઇશારો કર્યો .
..
ક્ષેમરાજ પણ સમજી ગયો. વાત કરતાં એનું મન ભારે સંકોચ અને અકળામણ અનુભવી રહ્યું. પણ હવે વાત કર્યા વગર ચાલે એમ ન હતું. એણે કહ્યું : બાપુ, આવો લાગ તો ગોતવા જઈએ તો ય ન મળે ! આ તો ભગવાનની મોટી મહેર થઈ કહેવાય કે આકડે મધ જેવો અવસર વગર માગ્યે મળી ગયો ! આપ આજ્ઞા આપો એટલી જ વાર છે; એ બધા હાથી, ઘોડા અને ધન આપની પાસે હાજર કરી દઈશું ! કૃપા કરી આપ અનુમતિ આપો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org